ઉત્કૃષ્ટ પ્રદર્શન:જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં કરાટેની સ્પર્ધામાં પોરબંદરના છાત્રોએ મેદાન માર્યું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કરાટે ની જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં પોરબંદરના છાત્રોએ મેદાન માર્યું - Divya Bhaskar
કરાટે ની જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં પોરબંદરના છાત્રોએ મેદાન માર્યું
  • વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વિજેતા બન્યા, જિલ્લાનું ગૌરવ વધાર્યું, રાજ્યકક્ષાએ ભાગ લેશે

તાજેતરમાં જિલ્લાની રમત ગમત કચેરી દ્વારા સાદર પટેલ રમત ગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ ગર્લ્સ એન્ડ બોયસ કરાટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં પોરબંદરના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વિજેતા બન્યા છે અને આગામી રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોરબંદરનું પ્રતિનિધિત્વ કરશે.

આ સ્પર્ધામાં અંડર 14 એઇજ ગ્રુપમા જન્મમય સદાણી, ધનિશ શેરાજી, યુવલ માલવિયા, આકાશ બામણિયા, પાર્થ મકવાણા, વેદાંત માંડવિયા, પાર્થ ઓડેદરાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે અન્ડર 17 બોયસ કેટેગરીમાં ધવલ દેસાઈ, હર્ષિલ બામણીયા, શ્રીપાલ આસરા, વેદાંત ઓઝાએ પ્રથમ નંબર મેળવ્યો છે.

આ ઉપરાંત ગર્લ્સ અંડર 14મા માહી ભટ્ટ, ગીત તોરણીયા, સ્નેહા કટિયા, કૃપા જૂંગી, જાનવી પાનખાણીયા, એબોવ 50 કિગ્રામાં આનંદી વાઘેલા, એબોવ 17 ગર્લ્સ કેટેગરીમાં માન્યા ગોહેલ, દિયા થાનકી, રાધિકા દવે, કુંજન સામાણી એ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. સ્પર્ધામાં સ્થાન પ્રાપ્ત કરનાર અને ભાગ લેનાર તમામ સ્પર્ધકોને માર્શલાઆર્ટ્સ એક્સપર્ટ કેતન કોટિયા,સુરજ મસાણી, જયેશ ખેતરપાલ, મહેશ મોતીવરસ,અંજલિ ગંધરોકીયા, સુનિલ ડાકી વગેરેએ શુભેચ્છા પાઠવેલ છે.

અન્ય સમાચારો પણ છે...