• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Porbandar Student Wins Silver Medal In Rifle Shooting; Participated In Various Competitions And Performed Excellently And Made Porbandar Proud

ગુજરાતની સિદ્ધિમાં ચાર ચાંદ:પોરબંદરના વિદ્યાર્થીએ રાયફલ શુટીંગમાં મેળવ્યો સિલ્વર મેડલ; વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોરબંદરનું ગૌરવ વધાર્યું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ ખાતે યોજાયેલા ઓપન સાઈટ રાયફલ સ્પર્ધામાં જીત કુમાર જેઠવાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી પોરબંદરનુ ગૌરવ વધાર્યુ છે. જીત કુમાર જેઠવા કેન્દ્રીય વિદ્યાલય પોરબંદર ખાતે ધોરણ સાતમાં અભ્યાસ કરે છે. તેણે અંડર 14માં સ્કૂલ ગેમ્સમાં અમદાવાદ ખાતે પ્રાદેશિક કક્ષાએ ઓપન સાઈટ રાયફલ શૂટિંગમાં સિલ્વર મેડલ મેળવીને પોરબંદરનું ગૌરવ વધાર્યું છે. જ્યારે તેણે સ્કૂલ ગેમ્સ ઓફ ઇન્ડિયા અંતર્ગત દિલ્લી ખાતે યોજાયેલા સ્પર્ધામાં ઓપન સાઈટ રાયફલ શૂટિંગમાં ભાગ લઈ તેઓએ પાંચમો ક્રમ મેળવીને પોરબંદર તથા ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

સ્કૂલ ગેમ્સ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેની પસંદગી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા(S.G.F.I)માં કરવામાં આવી છે, જે ગુજરાતમાંથી માત્ર એક જ ખેલાડી છે કે, જે અંડર-14માં ઓપન સાઇટ રાયફલ શૂટિંગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જીત કુમારે તાપી ઓપન ડિસ્ટ્રીક શુટીંગ ચેમ્પિયનશિપ 2022માં ભાગ લઈ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. તેણે ઓપન સાઈટ રાયફલ શૂટિંગની વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોરબંદર તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...