ગૌરવ:પોરબંદરનો વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા ઇન્ટર ડીસ્ટ્રીકટ ટ્રાયલ સીલકેશનમાં પસંદગી પામ્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય લેવલે જીલ્લાનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીને બિરદાવાયો

પોરબંદરની ચમ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા ઇન્ટર ડીસ્ટ્રીકટ ટ્રાયલ સીલકેશનમાં પસંદગી પામ્યો છે. તેની રાષ્ટ્રીય લેવલે જીલ્લાનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીને શાળાના ટ્રસ્ટીઓ તથા શિક્ષકો દ્વારા બિરદાવાયો હતો.

ઓલ ઇન્ડિયા ઇન્ટર ડીસ્ટ્રીકટ અથ્લેટીકસ દ્વારા દોડની રમતનું પોરબંદર જીલ્લાના અંડર-14 લેવલનું આયોજન ડિસ્ટ્રીકટ એથ્લેટીકસ એસોસિએશન પોરબંદર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરની ચમ સ્કૂલમાં ધોરણ 6 નો વિદ્યાર્થી રુદ્ર ઓડેદરાએ બીજો ક્રમ મેળવીને સમગ્ર ભારત લેવલે પોરબંદર જીલ્લાનું તેમજ શાળાનું નામ રોશન કર્યું હતું. આ તબક્કે શાળાના ટ્રસ્ટીગણ, આચાર્ય તથા શિક્ષકોએ તેમની આ સિદ્ધીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...