તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તહેવારનો લાભ:તહેવાર દરમ્યાન પોરબંદર એસટી ડેપોને 1.25 લાખની આવક થઇ

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • હોળી નિમિતે ગાંગરડી દાહોદ બસ શરૂ કરી હતી, 8 ટ્રીપમાં 536 લોકોએ મુસાફરી કરી

પોરબંદરની એસટી બસ વિભાગ દ્વારા હોળીના તહેવાર નિમિતે દાહોદ રૂટની બસ શરૂ કરવામાં આવતા એક્સ્ટ્રા બસ માંથી રૂ. 1.25 લાખની આવક થઈ છે. ગુજરાત બહારથી કમાણી અર્થે આવેલા લોકો તહેવાર નિમીતે ઘર તરફ પ્રયાણ કરતા હોય છે. એસટી તંત્રના આયોજનથી આવક થઇ છે.એક્સ્ટ્રા બસ 8 ટ્રીપમાં 4920 કિમિ ચાલી હતી અને 536 મુસાફરોએ મુસાફરી કરી હતી.હોળીના તહેવાર દરમ્યાન પોતાના વતનમાં જઈને હોળનો તહેવાર ઉજવવા માટે પોરબંદર જિલ્લા માંથી મજૂરો પોતાના વતન જતા હોય છે.

જેમાં ખાસ કરીને ગાંગરડી દાહોદ વિસ્તારના શ્રમિકો વધુ હોય છે. જેથી પોરબંદર એસટી વિભાગ દ્વારા પોરબંદરથી ગાંગરડી દાહોદ રૂટની એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવી હતી. તહેવાર દરમ્યાન પોરબંદરથી ગાંગરડી દાહોદની એક્સ્ટ્રા બસ 4920 કિમિ ચાલી હતી અને 8 ટ્રીપ કરી હતી જેમાં 536 મુસાફરોએ અવર જવર કરી હતી. આમ આ બસ દોડાવતા એસટી વિભાગને રૂ. 1,25,702 ની વધુ આવક થઈ હતી.

હાલ પોરબંદર એસટી વિભાગ દ્વારા 65 સિડ્યુલ થી 80 થી 85 રૂટ પર સંચાલન થાય છે અને અંદાજીત 4 થી 4.50 લાખ રૂપિયા દરરોજની આવક એસટી બસ વિભાગને થઈ રહી છે તેવુ એસટી સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો