ધરપકડ:પોરબંદર SOG એ 3 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાણાવાવ પોલીસ સ્ટેશનના હથીયાર ધારાના ગુનામાં આરોપી ફરાર હતો

પોરબંદર SOG એ 3 વર્ષથી રાણાવાવ પોલીસ સ્ટેશનના હથીયાર ધારામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મંયકસિંહ ચાવડા સાહેબ તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈની સાહેબનાઓની સૂચના દ્વારા પોરબંદર જીલ્લાના હથીયાર ધારાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવા અંગેની ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ધાંધલ્યાનાઓને સૂચના આપવામાં આવેલ જે સુચના આધારે રાણાવાવ પોલીસ સ્ટેશનના હથીયાર ધારા મુજબનો આરોપી યુસુફ અસલમ ખુરેશી ચન્દ્રપુર ગામ, તા-વાંકાનેર જી.મોરબી ખાતે રહેતો હોવાની ખાનગી હકીકત ASI કે.બી.ગોરાણીયા તથા પો.હેડ.કોન્સ રવીભાઇ ચાંઉ તથા પો.કોન્સ સમીરભાઇ જુણેજાનાઓને સંયુકત બાતમી મળતા.

સદરહુ બાતમી આધારે નાસતા-ફરતા આરોપીને યુસુફ અસલમ ખુરેશી ઉ.વ.૨૯ ધંધો-ડ્રાઈવીંગ રહે, મુળ જોડીયાગામ, લુવાણા શેરી, જી- જામનગર હાલ રહે, ચન્દ્રપુર ગામ, ગેલેકક્ષી સોસાયટી તા-વાંકાનેર જી-મોરબી વાળાને પુછપરછ માટે પોરબંદર લાવતા પુછપરછ દરમ્યાન સદર મુદામાલ હાથ બનાવટનો તમંચો-1 તથા કારતુસ નંગ-2 કબ્જે કરેલ તે પોતે આપેલ હોવાની કબુલાત આપતા મજકુર ને સી.આર.પી.સી ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે. આ કામગીરીમાં કરનાર અધિકારી/કર્મચારી- I/C PI એચ.બી.ધાંધલ્યા તથા એ.એસ.આઇ કે.બી.ગોરાણીયા, એમ.એચ.બેલીમ તથા પો.હેડ.કોન્સ રવિભાઇ ચાંઉ, સરમણભાઇ રાતીયા, હરદાસભાઈ ગરચર તથા પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજા, ભીમાભાઇ દેવાભાઇ, તથા ડ્રા.એ.એસ.આઇ માલદેભાઇ પરમાર તથા ડ્રા.પો.હેડ કોન્સ ગીરીશ વરજાંગભાઇ રોકાયેલ હતા.

અન્ય સમાચારો પણ છે...