ગાંજાના વાવેતર પર પોલીસની રેડ:પોરબંદર SOGએ 4 કીલો કરતા વધારેના વાવેતર કરેલ ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

પોરબંદર12 દિવસ પહેલા

આગામી સમયમાં યાજાનારી વિધાનસભા ચૂંટણી અનુસંધાને નશીલા પદાર્થો પીનારા તથા માદક પદાર્થોનુ સેવન કરનાર તત્વોની પ્રવૃત્તિઓ સદંતર બંધ કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા સુચના આપવામાં આવેલી છે. જે અનુસંધાને એસ.ઓ.જી, ઈન્ચાર્જ પીઆઈ એચ.બી.ધાંધલીયા દ્વારા આવા ઇસમો અંગે બાતમી મેળવવા સૂચના કરવામાં આવેલી. જે અનવ્યે એસ.ઓ.જી સ્ટાફના માણસો આ બાબતે કાર્યરત હતા. તે દરમિયાન એએસઆઇ કે.બી.ગોરાણીયા તથા પો.કોન્સ.સમીર સુમાર જુણેજાને બાતમી મળી કે રાણવાવ તાલુકાના હનુમાનગઢ ગામની સીમ કબીર આશ્રમમાં ભરતદાસ પોતાના કબજા ભોગવટાના ફળીયામાં ગાંજાનુ વાવેતર કરેલું છે.

જે હકીકતના આધારે સરકારી પંચોને સાથે રાખી રેઇડ કરતા જગ્યામાંથી લીલા ગાંજાના છોડ નંગ-1 જેનો કુલ વજન 4 કીલો 549 ગ્રામ કી.રૂ.45490 ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટની કલમ 1985ની કલમ 8(બી), 20(એ) (2-બી) મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...