સિદ્ધિ:પોરબંદરના ગાયકને અમદાવાદ ખાતે જીનિયસ એન્ટરટેઇનર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના ગાયકને અમદાવાદ ખાતે જીનિયસ એન્ટરટેઇનર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત થયો - Divya Bhaskar
પોરબંદરના ગાયકને અમદાવાદ ખાતે જીનિયસ એન્ટરટેઇનર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત થયો
  • અગાઉ ગાંધીનગર ખાતે કિશોર કુમારના ગીત સતત 24 કલાક સુધી ગાઇ વર્લ્ડ રેકર્ડ બનાવ્યો હતો

પોરબંદરના ગાયકને અમદાવાદ ખાતે જીનિયસ એન્ટરટેઇનર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત થયો છે. પોરબંદરમા રહેતા ગાયક પ્રણય રાવલને અમદાવાદ ખાતે જીનીયસ એન્ટરટેઈનર આેફ ધ યર નો એવોર્ડ એનાયત થયો છે. ઉલ્લેખનીય છેકે, કોરોનાના લોકડાઉન દરમિયાન એક મ્યુઝીક અને ફિલ્મ કંપની તથા ગીવ વાચા ફાઉન્ડેશન એનજીઆે દ્વારા વિશ્વભરના ગુજરાતી ગાયકો માટેની સ્પર્ધા સુર ગુજરાત કે સીઝન2નું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં પોરબંદરનો ગાયક પ્રણય વિશ્વભરમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો. ગાયનક્ષેત્રે અત્યાર સુધીમાં આ ગાયકે અનેક એવોર્ડ, મેડલ મેળવ્યા છે.

પ્રણય રાવલે અગાઉ તા. 4 ઓગસ્ટ 2019 ના રોજ ગાંધીનગર ખાતે આવેલ એક રેકોડીઁગ સ્ટુડિયો ખાતે ગાયક કિશોર કુમારના ગીતો સતત 24 કલાક સુધી ગાઈ અને વલ્ર્ડ રેકોર્ડ બનાવ્યો હતો તેને ધ્યાને લઇ તાજેતરમાં અમદાવાદની એક હોટેલ ખાતે જીનીયસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત જીનીયસ ઇિન્ડયન અચીવર્સ એવોર્ડનું આયોજન કરાયું હતું. જેમાં પ્રણયને જીનીયસ એન્ટરટેઈનર આેફ ધ ઈયર 2020-21 તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ મેળવતા પ્રણયે બ્રહ્મસમાજ સહીત સમગ્ર પોરબંદરનું ગૌરવ વધારતા તેઓને આગેવાનો શુભેરછાઓ પાઠવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...