આ રહ્યો હિસાબ:પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર બાબુ બોખરીયાની 26 કરોડના માલિક, કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયાની પણ 3 કરોડની સંપત્તિ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીઓને હવે આંગળના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે આજે આપડે વાત કરીશું પોરબંદર બેઠકના ઉમેદવારોની સંપત્તિની. પોરબંદરમાં ભાજપમાંથી બાબુ બોખરીયા, કોંગ્રેસમાંથી અર્જૂન મોઢવાડિયા અને આમ આદમી પાર્ટીમાંથી લખમણભાઈ જીવન જુંગી છે. જેમાં સૌથી વધુ સંપત્તિ ભાજપના ઉમેદવાર બાબુ બોખરીયા ધરાવે છે.

પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર બાબુ બોખરીયાની સંપત્તિ 26 કરોડ 86 લાખ 37 હજાર 183 રુપિયા છે. કોંગ્રેસના ઉમેદવાર અર્જૂન મોઢવાડિયાની કુલ સંપત્તિ 3 કરોડ 96 લાખ 91 હજાર 811 રુપિયા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવન જુંગીની કુલ સંપત્તિ 1 લાખ 90 હજાર 622 રુપિયા છે.

અન્ય સમાચારો પણ છે...