આયોજન:25 ડિસેમ્બરે યોજાશે પોરબંદર સામુદ્રિક તરણ સ્પર્ધા, તરવૈયાઓ સમુદ્ર સાથે બાથ ભીડશે

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા. 7 અને 8 જાન્યુઆરીના રાષ્ટ્રીય સામુદ્રિક તરણ સ્પર્ધાનું આયોજન

પોરબંદરના સમુદ્રમાં ઓપન પોરબંદર સામુદ્રિક તરણ સ્પર્ધા તા. 25 ડિસેમ્બરના યોજાશે તેમજ તા. 7 અને 8 જાન્યુઆરીના રાષ્ટ્રીય સામુદ્રિક તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં તરવૈયાઓ સમુદ્ર સાથે બાથ ભીડશે.પોરબંદરની રમણીય ચોપાટીનો દરિયો શહેરીજનો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. શિયાળા દરમ્યાન સમુદ્રનું પાણી સ્થિર હોય છે. મોટી સંખ્યામાં લોકો અહી સ્વિમિંગ કરવા આવે છે અને સ્વિમિંગ શીખવા પણ આવે છે. શ્રી રામ સી સ્વિમિંગ કલબ દ્વારા સ્વિમિંગ માટેની તાલીમ આપવામાં આવે છે ઉપરાંત શિયાળામાં આ કલબ દ્વારા સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

ત્યારે શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા આગામી તા. 25 ડિસેમ્બરના રોજ રવિવારે ઓપન પોરબંદર સામુદ્રિક તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા માંથી બાળકો, બહેનો અને ભાઈઓ ભાગ લેશે. આ સ્પર્ધા 1 કિમી અને 10 કિમીની રાખવામાં આવી છે. આ ઉપરાંત તા. 7 અને તા. 8 જાન્યુઆરી 2023માં રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા 1 કિમી, 2 કિમી, 5 કિમી અને 10 કિમી માં યોજાશે. તેમજ દિવ્યાંગ તરવૈયાઓ માટે ખાસ 5 કિમીની સ્પર્ધા યોજાશે. બન્ને સ્પર્ધામાં તરવૈયાઓ શિયાળામાં સમુદ્ર સાથે બાથ ભરી સમુદ્રના પાણીમાં પોતાનું કૌવત બતાવશે. હાલ શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...