પોરબંદરના સખી કલબ દ્વારા સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાર્ટીવેર ડ્રેસ પરિધાન તેમજ બેટી બચાવો બેટી પઢાવો સૂત્રની હરીફાઈ યોજવામાં આવી હતી. અને મતદાન જાગૃતિ અભિયાન દ્વારા આંગળી પર શોકનું નિશાન કરી મતદાન અવશ્ય કરવાનો સંદેશ આપી અવસર સેલ્ફી પોઇન્ટમાં બહેનોએ ફોટોસેશન કર્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર ચેતનાબેન તિવારી, મધુબેન કારીયા, ભારતીબેન, કોકીલાબેન આડતીયા, કમળાબેન કોટેચા અલકાબેન સામાણી, પુંજાબેન દાસાણી સહિતના મહિલા અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમના અતિથિ બનેલ સોનલબેન મૈયારીયા, ભારતીબેન ઓડેદરા, પ્રજ્ઞાબેન ગજ્જર રમાબેન પોપટ સહિતને પણ આવકાર્યા હતા. આ સ્નેહમિલનની સાથો સાથ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન થતાં મહિલાઓમાં પણ ઉત્સાહની લાગણી પ્રસરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.