પોરબંદરવાસીઓ આજે ઉત્સાહભેર મકરસંક્રાંતિ પર્વ ઉજવશે. રંગબેરંગી પતંગોથી આકાશ ઢંકાઇ જશે. આકાશમાં પતંગોના પેચ લાગશે અને કાયપો છે ના નાદો ગુંજી ઉઠશે.મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે પોરબંદરવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં પતંગ, ફીરકી, દોર, ટોપી, બ્યુગલ સહિતની ખરીદીમાં ભારે ભીડ જામી છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે પતંગ અને દોરમાં 30થી 35 ટકાનો ભાવ વધારો નોંધાયો છે આમછતાં યુવાવર્ગ ઉમળકાભેર પતંગ અને દોરની ખરીદીમાં મશગુલ થયા છે.
આજે 14મી જાન્યુઆરીના મકરસંક્રાંતિ પર્વને પતંગબાજો પતંગ ચગાવી ધાબા પર પોતાના બાવડાનું જોર અજમાવવા થાનગનશે. મકરસંક્રાંતિના પર્વ પર આજે પોરબંદરવાસીઓ ઉત્સાહભેર પતંગ ચગાવશે. અને આકાશ રંગબેરંગી પતંગોથી ઢંકાઈ જશે. આકાશમાં અદભુત નજારો જોવા મળશે. પતંગબાજો આકાશમાં પતંગોના પેચ લેશે અને કાયપો છે ના નાદ ગુંજી ઉઠશે. આજે પોરબંદરવાસીઓ પોતાના ઘરના ધાબા પર આખો દિવસ પતંગોત્સવ માણશે.
ત્રણ દિવસનું મીની વેકશન જેવો માહોલ
આજે શુક્રવારે મકરસંક્રાંતિ છે અને શનિ રવિ રજા હોય જેથી સરકારી કર્મીઓ અને તેમના પરિવારજનો માટે મીની વેકેશન જેવો માહોલ છે. લોકો મન મૂકીને આ પર્વને ઉજવશે.ધાબા પર ચીકી અને ફ્રુટની મિજબાની આજે મકરસંક્રાંતિના દિવસે લોકો પોતાના ધાબા પર પતંગની મોજ માણશે. આરોગ્ય પ્રદ માંડવીપાક, તલ પાક સહિતની ચીકી તેમજ ફ્રુટ ધાબા પર ગોઠવાઈ જશે. લોકો ચીકી અને ફ્રુટ આરોગશે. લોકો ધાબા પર જ ધામા નાખશે. રેસ્ટોરેન્ટમાં સાંજ બાદ ભીડ જામશે.
આજે દાન પુણ્યનું મહત્વ
મકરસંક્રાંતિના દિવસે લોકો દાન કરી પુણ્યનું ભાથું બંધતા હોય છે. વર્ષોથી આ દિવસે દાન કરવાનું મહત્વ રહ્યું છે ત્યારે લોકો આજે જરૂરિયાતમંદ લોકોને પોતાની શક્તિ મુજબનું દાન કરી પુણ્યનું ભાથું બાંધશે.
પક્ષી અભયારણ્ય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર થશે
પતંગના દોરથી ઘાયલ બનેલ પક્ષીઓનું વિવિધ સંસ્થાઓ દ્વારા રેસ્ક્યુ કરી પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવશે. અહીં પક્ષીઓની દવાઓ, ઇન્જેક્શન સહિતની સુવિધા ઉપલબ્ધ કરી છે અને ઘાયલ પક્ષીઓના જરૂર પડ્યે ઓપરેશન કરવામાં આવશે જે માટે અહીં થિયેટર તૈયાર કરવામાં આવ્યું છે તેમજ 4થી વધુ તબીબની ટીમ ખડેપગે રહેશે.
અગાવ આ પર્વની મોજ 2 માસ પહેલા શરૂ થતી
4 દાયકા પહેલાં મકરસંક્રાંતિના 2 માસ પહેલા એટલેકે દિવાળી બાદ બાળકો અને યુવાનો પતંગ ચગાવતા હતા. એ વખતે તો પતંગ ચગાવવાનો અનેરો જોમ હતો. લોકો 2 માસ પહેલા જ પતંગ ચગાવી મોજ માણતા હતા. એ રવિવારે તો આકાશ પતંગથી ઢંકાઈ જતું હતું. અને મકરસંક્રાંતિ બાદના રવિવારે પણ પતંગો ઊડતી હતી. હાલ આ દિવસો વિસરાઈ ગયા છે અને હાલ માત્ર મકરસંક્રાંતિના દિવસે જ પતંગ ઉડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.