તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડે મોડે મેઘમહેર:પોરબંદરમાં 1 થી 2 ઇંચ વરસાદ, મોસમનો કુલ વરસાદ 29 થી 46 ટકા જ નોંધાયો

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં રહી રહીને શ્રાવણ મહિનાના અંતિમ ચરણમાં સમગ્ર જીલ્લામાં આજે 1 થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં છેલ્લા 2 વર્ષથી શ્રાવણ મહિના સુધીમાં સારો એવો વરસાદ વરસી જાય છે, પરંતુ આ વખતે 2 વર્ષ બાદ શ્રાવણ મહિના સુધીમાં પોરબંદરમાં સરેરાશ વરસાદના 29 થી 46 ટકા જેટલોજ વરસાદ વરસતા ધરતીપુત્રો સહીત સમગ્ર જિલ્લાવાસીઓની મુંઝવણ દૂર થતી નથી.

પોરબંદરમાં આ ચોમાસે શરુઆતમાં વાવણી લાયક વરસાદ વરસી ગયા બાદ મેઘરાજા જોખી તોલીને વરસતા હોય તેમ લોકોની અપેક્ષાએ કરતા વરસાદની માત્રા ખુબજ ઓછી રહી છે. જેને લીધે આ ચોમાસે શ્રાવણ મહિનાની શરૂઆત સુધીમાં સમગ્ર પોરબંદર પંથકમાં શરેરાશ વરસાદના 25 થી 39 ટકા જ વરસાદ નોંધાયો હતો અને અત્યારે ચોમાસુ પૂરું થવા આવ્યું છે, ત્યારે સમગ્ર પોરબંદર જિલ્લામાં આજે રહી રહીને 1 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસતા રહી રહીને હજુ વરસાદ વરસે તેવી આશા બંધાણી છે. પોરબંદર જિલ્લામાં આજે વરસેલા વરસાદને લીધે કુતિયાણા તાલુકામાં 48 મીમી વરસાદ, પોરબંદર તાલુકામાં 41 મીમી વરસાદ નોંધાયો છે, જયારે કે રાણાવાવ તાલુકામાં 30 મીમી વરસાદ નોંધાયો હતો.

સવારથી શરૂ થયેલા વરસાદને લીધે પોરબંદર શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઇ ગયા હતા. આજના વરસાદ બાદ પોરબંદરમાં મોસમનો કુલ વરસાદ 304 મીમી સાથે સરેરાશ વરસાદનો 37.90 ટકા, કુતિયાણામાં 404 મીમી સાથે સરેરાશ વરસાદનો 46.84 ટકા અને રાણાવાવમાં 259 મીમી સાથે સરેરાશ વરસાદનો 29.59 ટકા વરસાદ નોંધાયો છે.

આ વર્ષ કરતા ગત વર્ષે અત્યાર સુધીમાં 4 થી 6 ગણો વરસાદ વરસી ગયો હતો
પોરબંદરમાં આ વર્ષ કરતા ગત વર્ષે અત્યાર સુધીમાં સુધીમાં 4 થી 6 ગણો વરસાદ વરસી ગયો હતો. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં અત્યાર સુધીમાં 46.84 ટકા વરસેલા વરસાદના સાપેક્ષમાં ગત વર્ષે અત્યાર સુધીમાં 151 ટકા એટલેકે લગભગ 4 ગણો વરસાદ વરસી ગયો હતો. જયારે કે પોરબંદર તાલુકામાં અત્યાર સુધીમાં વરસેલા 37.90 ટકા વરસાદની સાપેક્ષમાં ગત વર્ષે આ સમય સુધીમાં 140.33 ટકા એટલેકે લગભગ 4.5 ગણો વધુ અને રાણાવાવ તાલુકામાં આ વર્ષે અત્યાર સુધીમાં વરસેલા 29.59 ટકા વરસાદના સાપેક્ષમાં ગત વર્ષે અત્યાર સુધીમાં 146.81 ટકા એટલેકે લગભગ 6 ગણો વધુ વરસાદ વરસી ગયો હતો.

પાછલા 6 વર્ષોનો વરસાદ

વર્ષપોરબંદરરાણાવાવકુતિયાણા
2015224285191
2016411472425
2017401386322
2018362350328
2019232183257
202092110621076
અન્ય સમાચારો પણ છે...