હાલાકી:પોરબંદર રેલવે પ્લેટફોર્મ નં. 3 ઉપર જ ટ્રેન આવતી- જતી હોવાથી મુસાફરોને હાલાકી

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસાફરોને 90 પગથિયાં ચડવા ઉતરવા પડે છે, પ્લેટફોર્ટ 1 પરની કામગીરી 6 માસથી પુરી થઈ નથી

પોરબંદર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 1 પર લાઇન પ્રોબ્લેમ છે. જેથી 6 માસથી કામગીરી ગોકળ ગતિએ ચાલે છે. જેથી હાલ પણ લાંબા અંતરની ટ્રેનો પ્લેટફોર્મ 3 પરથી ઉપડે છે અને આવે છે જેથી મુસાફરોને કુલ 90 પગથિયાં ચડવા ઉતરવા પડે છે જેથી મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે.

પોરબંદરના રેલવે સ્ટેશન પરથી લાંબા અંતરની ટ્રેનો શરૂ થઈ છે. અને ટ્રાફિક પણ વધુ છે. પરંતુ પ્લેટફોર્મ નંબર 1 પર 24 ડબ્બાની ટ્રેન ઉભી રહેતી નથી. જોઈન્ટ બ્લોક થાય છે. લાઇન પ્રોબ્લેમને કારણે મોટી ટ્રેનો બ્લોક થતી હોય જેથી પ્લેટફોર્મ 1 પરની કામગીરી 6 માસથી ચાલે છે જે કામગીરી હજુસુધી પુરી થતી નથી જેના કારણે લોકલ ટ્રેન તેમજ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સિવાયની લાંબા અંતરની ટ્રેનો પ્લેટફોર્મ નંબર 3 પરથી ઉપડે છે અને પ્લેટફોર્મ નંબર 3 પર જ આવે છે. જેને કારણે મુસાફરોને હાલાકી વેઠવી પડે છે.

મહત્વની વાત એ છે કે રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોને પ્લેટફોર્મ 1 થી પ્લેટફોર્મ 3 પર જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેમાં સિનિયર સિટીઝનો, મહિલાઓ અને બાળકોને વધુ મુશ્કેલી પડે છે. પ્લેટફોર્મ 1 થી 3 સુધી જવા માટે કુલ 90 પગથિયાં ચડવા અને ઉતરવા પડે છે. મુસાફરોનો સામાન પણ સાથે હોય છે જેથી મુસાફરો માથે સામાન રાખીને પ્લેટફોર્મ 1 થી પ્લેટફોર્મ 3 સુધી પહોંચે છે અને બાદ ત્યાંથી પોતાના રિઝર્વેશનના ડબ્બા સુધી પહોંચે છે.

આ દરમ્યાન મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠે છે. અને મુસાફરીની મજા ફિક્કી પડે છે. આવી જ સ્થિતિ બહારથી આવતા મુસાફરોની થાય છે. જેથી પ્લેટફોર્મ 1 પરની ટેક્નિકલ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવી મુસાફરો માંગ કરી રહ્યા છે.

લિફ્ટ અને કુલીની વ્યવસ્થા નથી
પોરબંદરના રેલવે સ્ટેશન પર લિફ્ટની સુવિધા નથી. જેથી તમામ પ્રકારના મુસાફરોને મુશ્કેલી પડે છે તેમજ કુલીની પોસ્ટ પણ નથી. જો મેગા સિટીની જેમ રેલવે સ્ટેશન પર કોન્ટ્રાકટ બેઇઝ કુલીની વ્યવસ્થા થાય તો મોટાભાગના મુસાફરોને માલ સામાન હેરફેર માટે સુવિધા મળી શકે.

ATVM મશીન ઈન્સ્ટોલેશનના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે
ગત ડિસેમ્બર માસમાં ATVM એટલેકે ઓટોમેટિક ટીકીટ વેન્ડિંગ મશીન પોરબંદરના રેલવે સ્ટેશન ખાતે આવ્યું હતું. આ મશીનની સુવિધાનો લાભ લેવા માટે મુસાફરોએ સિક્યુરિટી કાર્ડ કઢાવવાનું રહે છે અને કાર્ડને રિચાર્જ કરવાનું રહે છે. જેથી લોકલ ટીકીટ, રિઝર્વેશન ટીકીટ અને પ્લેટફોર્મ ટીકીટ કાર્ડ દ્વારા મશીન માંથી મેળવી શકાય છે. જેથી મુસાફરોને લાઈનમાં ઉભવું ન પડે. પરંતુ હજુસુધી આ મશીન ઈન્સ્ટોલેશન થયું નથી જેને કારણે આ મશીનની સુવિધાનો લાભ મુસાફરો મેળવી શકતા નથી. રેલવે વિભાગે જણાવ્યું હતુંકે, આગામી એપ્રિલ માસમાં આ મશીન ઇન્સ્ટોલ થઈ જશે.

કઈ ટ્રેનો પ્લેટફોર્મ 3 પરથી ઉપડે અને આવે છે?
હાલ પ્લેટફોર્મ નં. 3 પર લાંબા અંતરની હાવડા એક્સપ્રેસ, મુઝફ્ફરપુર એક્સપ્રેસ, દિલ્હી એક્સપ્રેસ, કોચીવલી એક્સપ્રેસ સહિતની મહત્વની ટ્રેન પ્લેટફોર્મ નં 3 પરથી જ ઉપડે છે અને પ્લેટફોર્મ નં. 3 પર જ આવે છે.

અન્ય સમાચારો પણ છે...