તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:પોરબંદર રેલ્વેને દરરોજ 4 લાખની ખોટ

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 4 ટ્રેન અને 1 પાર્સલ ટ્રેન ચાલુ હોવાથી રેલ્વે વિભાગને 17 કરોડથી વધુની નુકસાની

ભારતમાં કોરોનાના પ્રવેશની સાથે જ પોરબંદર સ્ટેશન પરથી ઊપડતી કુલ 13 ટ્રેનમાંથી 9 ટ્રેન બંધ કરી દેવાતા હાલ પોરબંદર રેલ્વે સ્ટેશનની આવકમાં માસિક રૂ. 1.20 કરોડનો ફટકો પડ્યો છે અને અત્યાર સુધીમાં પોરબંદર રેલ્વે સ્ટેશનને આવકમાં અંદાજીત રૂ. 17.28 કરોડ નુકશાની થયાનો અંદાજ છે. રેલ્વેને આ નુકશાની રેલગાડીઓ બંધ થવાને લીધે મુસાફરો દ્વારા લેવામાં આવતી ટિકિટના વળતર સ્વરૂપે મળતા નાણાંના સ્વરૂપમાં થઈ છે. જ્યારે બીજી તરફ રેલ્વેના ખર્ચમાં મોટા ભાગે કોઈ જ ઘટાડો થયો ના હોવાને લીધે આવક અને ખર્ચની પરિસ્થિતી કફોડી બની ગઈ છે.

ભારતમાં કોરોનાના પ્રવેશ પહેલા એટલેકે પ્રથમ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અપાયું તે પહેલા પોરબંદર સ્ટેશન પરથી દર મંગળવારે ઊપડતી પોરબંદર-સિકંદરાબાદ, દર રવિવારે, બુધવારે અને ગુરુવારે ઊપડતી પોરબંદર-હાવરા, દર શુક્રવારે ઊપડતી પોરબંદર-સંત્રાગાચી, દર મંગળવારે અને શનિવારે ઊપડતી પોરબંદર-દિલ્હી, દર ગુરુવારે અને શુક્રવારે ઊપડતી પોરબંદર-મુજફ્ફરપુર, દર ગુરુવારે ઊપડતી પોરબંદર-કોચ્ચિવેલી અને દરરોજ પોરબંદર સ્ટેશન પરથી ઊપડતી પોરબંદર-સોમનાથ, પોરબંદર-ભાણવડની દિવસમાં 2 ટ્રેન, પોરબંદર-રાજકોટ (ફાસ્ટ), પોરબંદર-રાજકોટ (એક્સપ્રેસ), પોરબંદર-કાનાલૂસ અને પોરબંદર-મુંબઈ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ઊપડતી હતી.

આ તમામ ટ્રેન મુસાફર ટ્રેન હોવાની સાથે-સાથે તેમાં પાર્સલ સુવિધા પણ આપવામાં આવતી હતી. જેના લીધે પોરબંદર રેલ્વે સ્ટેશનને સરેરાશ દૈનિક રૂ. 5 લાખની ભાડા ટિકિટ પેટે આવક થતી હતી. પરંતુ કોરોનાનું સંક્રમણ ફેલાવા લાગતા આ સંક્રમણને ફેલાતું અટકાવવા ગત 20 માર્ચ 2020 થી આ તમામ ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી અને થોડા સમયબાદ માત્ર પાર્સલ સુવિધા માટેની પોરબંદર-શાલીમાર ટ્રેન શરૂ કરવામાં આવી હતી.

દેશમાં કોરોનાનો કહેર ઓછો થતાં તબક્કાવાર 7 ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. જેમની 3 ટ્રેન કોરોનાની બીજી લહેરમાં સંક્રમણનું પ્રમાણ વધતાં ફરી બંધ કરી દેવામાં આવી હતી અને હાલ પોરબંદર સ્ટેશન પરથી માત્ર 4 પેસેંજર ટ્રેન અને એક પાર્સલ ટ્રેન ચાલતી હોવાના લીધે પોરબંદર રેલ્વેને દૈનિક થતી રૂ. 5 લાખની આવક સામે માત્ર રૂ. 1 લાખની આવક થઈ રહી છે. જેને લીધે પોરબંદર રેલ્વે તંત્રને અંદાજીત દૈનિક રૂ. 4 લાખ માસિક રૂ. 1.20 કરોડ અને અત્યાર સુધીમાં અંદાજીત 17.20 કરોડની આવકમાં નુકશાની થઈ રહી છે. જેને લીધે અત્યાર સુધીમાં પોરબંદર રેલ્વે સ્ટેશનને અંદાજીત રૂ. 17 કરોડથી વધુની આવકમાં નુકશાની થઈ છે જેની સામે કર્મચારીઓના પગારથી લઈ અન્ય અનેક ખર્ચ યથાવત હોય પોરબંદર રેલ્વે તંત્રની બેલેન્સ શીટ ખોરવાઈ ગઈ છે.

શરૂ કરાયા બાદ બંધ કરી દેવાયેલી ટ્રેન

ટ્રેનનું નામશરૂ થયા તારીખબંધ થયા તારીખ
પોરબંદર-દિલ્લી07/10/2004/05/21
પોરબંદર-રાજકોટ04/04/2113/05/21
પોરબંદર-કોચ્ચિવેલી25/02/2106/05/21
અન્ય સમાચારો પણ છે...