પતંગોનું વિતરણ:પોરબંદર ક્વિન્સ લાયોનેસ ક્લબ દ્વારા બાળકોને પતંગોનું વિતરણ કરાયું

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષની જેમ ચાલુ વર્ષે ઉતરાયણનો તહેવાર નજીક આવતા સેવા કાર્ય યોજાયું

પોરબંદરમાં સેવા એજ સંગઠનના સૂત્રને યથાર્થ કરવા પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય, મહિલા મોરચા તેમજ પોરબંદરની ખુબજ પ્રખ્યાત અને સેવાભાવી સંસ્થા દ્વારા ગુજરાત વિધાનસભામા ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતની ઉજવણી નાના બાળકોની સાથે સેવાકીય કાર્યથી કરી હતી.

પોરબંદર ક્વિન્સ લાયોનેસ ક્લબ દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે સ્લમ વિસ્તારના બાળકોને પતંગો તેમજ શિયાળુ પાકનું વિતરણ કરાયું હતું. પોરબંદર ક્વિન્સ લયોનેસ દ્વારા દરેક તહેવારોની ઉજવણી સેવા એ જ સંગઠનના ધ્યેયને સાર્થક કરવા સેવાકાર્યો દ્વારા કરવામાં આવે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉતરાયણનો તહેવાર નજીક આવતા સ્લમ વિસ્તારના બાળકોને પતંગોનું વિતરણ કરાયું હતું.

નાના બાળકોને વડાપ્રધાન મોદી અને યોગીના ફોટાવાળી પતંગનું વિતરણ કરાયું હતું. જ્યોતિબેન મસાણી દ્વારા આયોજિત કાર્યક્રમમાં યામિનીબેન ધામેચા, સેક્રેટરી જીજ્ઞાશાબેન ભાલાની, ધૃતિબેન કત્વા, નીકીતાબેન આચાર્ય, રિદ્ધિબેન અત્રી, પૂજાબેન સોઢા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...