પોરબંદર નગરપાલિકા દ્વારા તાજેતરમાં 10 ટકાનો વેરા વધારો કરવામાં આવ્યો છે, સમયાંતરે વેરામાં વધારો કરવામાં આવતો હોય છે ત્યારે કોરોના કાળ બાદ પાલિકાના તંત્ર દ્વારા વેરામાં વધારો કરાયો છે. નગર પાલિકાના તંત્રએ મિલકત વેરો વધાર્યો હોવાના વિરોધમાં સામાજિક કાર્યકર દ્વારા વાંધા અરજી કરવામાં આવી છે.
સામાજિક કાર્યકર દિલીપભાઈ લીલાધરભાઇ મશરૂ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરાઈ છે, અને એવું જણાવવામાં આવ્યું છે કે શહેરના વિસ્તારોમાં તેમજ બોખીરા, ખાપટ, છાયા તથા ધરમપુર વિસ્તારની આકારણીમાં 10 ટકાના વધારોની જોગવાઈ કરાય છે, તે પોરબંદર વાસીઓને હાલના સંજોગોમાં પરવડે તેમ નથી.
10 ટકાનો વધારો કરાયો હોય તે રકમની ભરપાઈ કરવી પોષાય તેમ નથી. કોરોના કાળ દરમ્યાન કપરી પરિસ્થિતિમાં મુકાયેલ નગર જનોના નાના ધંધા રોજગાર હજુ પાટે ચડયા નથી. શહેરના નાના-મોટા વર્ગના ધંધાર્થીઓ ઉદ્યોગોને અને અર્થતંત્ર હરતું-ફરતું રાખવા જેનો મહત્વનો હિસ્સો છે તે મત્સ્ય ઉદ્યોગ સંપૂર્ણપણે મૃતપાઈ બન્યો છે. જેથી દિલીપભાઈ લીલાધરભાઇ મશરૂ દ્વારા જુના દર યથાવત રાખવામાં આવે તેવી ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.