ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સામાન્ય નાગરીકોને વ્યાજ ખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અંગે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગરની સુચનાથી દરેક જીલ્લાઓમાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
સામાન્ય નાગરીકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવવા તેમજ નાણાં ધીરનારના કાયદાથી માહિતગાર કરવા લોક જાગૃતી માટે તથા પોલીસ અને પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો હેતુ નિર્માણ કરવાના ઉદ્દેશ્યથી પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ વિભાગ મયંકસિંહ ચાવડાની અઘ્યક્ષતામાં પોરબંદર જિલ્લા પોલીસ અઘિક્ષક દ્વારા 16-01-23ના રોજ 4 વાગ્યે પોલીસ હેડ ક્વાર્ટર, ડિસ્ટ્રીક્ટ તાલીમ કેન્દ્ર હોલ ખાતે લોકજાગૃતિના હેતુથી લોકદરબારનું આયોજન કરવામા આવેલ છે.
પોરબંદરની આમ જનતાને આમંત્રણ આપી જણાવવામાં આવે છે કે, વધતા જતા વ્યાજખોરોના ત્રાસ સામે કડક પગલા ભરવા અને વ્યાજખોરોના ત્રાસથી છુટવા તેમજ વ્યાજખોરીને લગતા પ્રશ્નોનુ કાયમી નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આ લોકદરબારનું આયોજન કરેલ છે. જેથી આ લોકદરબારમાં પધારવા તમામને આમંત્રીત કરવામા આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.