જિલ્લાનું ગૌરવ વધાર્યું:પોરબંદરના ફોટોગ્રાફર યુવાનના ફોટાને શ્રેષ્ઠ મેગેઝીનમાં ત્રીજી વખત સ્થાન મળ્યું

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેસ્ટ ફોટોગ્રાફર ઓફ 2021નો એવોર્ડ પ્રાપ્ત કર્યાે છે

પોરબંદરના ફોટોગ્રાફર યુવાનના ફોટાને શ્રેષ્ઠ મેગેઝીનમાં ત્રીજી વખત સ્થાન મળ્યું છે. તાજેતરમાં જ એશીયાના પ્રથમ નંબરના ફોટોગ્રાફી મેગેઝીન બેટર ફોટોગ્રાફીમાં પોરબંદર ફોટોગ્રાફર શ્યામ હરીશભાઈ લાખાણીની તસ્વીર પ્રગટ થઇ છે. અગાઉ શ્યામના આ મેગેઝિનમાં જૂન 2021માં દરિયાની રેતીની સાથે હંમેશા જમીન સાથે જોડાઈ રેહવું જોઈએ એ ફોટોને સ્થાન મળ્યું હતું. બાદ જુલાઈ 2022 માં એક ભાઈનું કુતૂહલ - બારી માંથી જોતા હોય તે સામાન્ય અને અસામાન્ય રીતે ક્લિક કરેલો ફોટાને સ્થાન મળ્યું હતું અને ફરી ત્રીજી વખત ઓગસ્ટ 2022માં સેલ્ફ પોર્ટ્રેટ જેમાં પોતાનો ફોટો એના ઘરે લોકડાઉન સમયમાં ક્લિક કરેલો હતો તે ફોટોને આ મેગેઝિનનાં સ્થાન મળ્યું છે.

આ મેગેઝીનમાં દેશ-વિદેશના ફોટોગ્રાફરની ખુબ સારી કહી શકાય તેવી તસ્વીરોને સ્થાન મળ્યું હતું. જેમાં ગુજરાત સિવાયના અન્ય રાજયો સહીત દેશ- વિદેશના અન્ય ફોટોગ્રાફરો વચ્ચે શ્યામ એ કલીક કરેલી તસ્વીરને સ્થાન મળ્યું છે. શ્યામને ફોટોગ્રાફીમાં 12 વર્ષ થી પણ વધારેનો બહોળો અનુભવ છે.શ્યામે અત્યાર સુધીમાં લલિત કળા એકેડમી દ્વારા ફોટો એવોર્ડ અને ફોટો એક્ઝીબિશન થયેલ અને બેસ્ટ ફોટોગ્રાફર ઓફ 2021નો એવોર્ડ પણ મળેલો છે. કુલ 25 જેટલા એવોર્ડ મળ્યા છે. ત્યારે શ્યામની આ મેગેઝિનમાં ત્રીજી વખત ફોટાને સ્થાન મળતા શ્યામને ઠેરઠેરથી શુભકામના પાઠવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...