લઠ્ઠાકાંડનો અનોખો વિરોધ નોંધાવ્યો:બોટાદના કેમિકલ કાંડ મુદ્દે પોરબંદર NSUIએ સરકાર-બુટલેગર સાથે મળીને દારુનું વેચાણ કરાતા હોય તેવું પ્રતિકાત્મક ચિત્ર રજુ કર્યું

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદના લઠ્ઠાકાંડમા અત્યાર સુધીમાં 57 જેટલા મોત થયા છે, આ લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ સરકારના હપ્તાખોરીના કારણે થઇ રહી છે, તેવા આક્ષેપ સાથે પોરબંદર NSUI દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શહેરના નરસંગ ટેકરી ખાતે NSUI દ્વારા સરકાર વિરોધી પોસ્ટર હાથમાં રાખી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

NSUI દ્રારા યોજાયેલ કાર્યક્રમમાં સરકાર અને બુટલેગર સાથે મળીને રાજ્યમાં દારુનું વેચાણ કરતા હોય અને લોકો દારુ ખરીદી જાહેરમાં દારુ પીતા હોય તેવુ પ્રતિકાત્મક ચિત્ર રજુ કરી સરકાર વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો. જેમાં બુટલેગર પાસેથી પૈસા લઈને લોકો દારૂની કોથળીઓ જાહેરમા પીતા હોય તેવું દ્રશ્ય રજુ કરવામા આવ્યુ હતું. સાથે જ NSUI દ્રારા પ્રતિકાત્મક રૂપે દારુના પૈસાનો હાર સરકારના ગળામા પહેરી વિરોધ નોંધાવ્યો હતો.

NSUI દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમને લઈને પોલીસ દ્રારા 15 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...