તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગર્વ:પોરબંદર નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ગૌરવ દિનની ઉજવણીની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું

પોરબંદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં ગુજરાત ગૌરવ દિનની સ્પર્ધામાં નવયુગ વિદ્યાલયના સ્પર્ધકો વિજેતા બન્યા હતા. જેમાં વિદ્યાર્થીઓને રોકડ રકમ સહિત ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ગુજરાત ગૌરવ દિન નિમિત્તે જિલ્લા કક્ષાએ ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર, નિબંધ અને કાવ્ય લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં નવયુગ વિદ્યાલયની ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીની ધારાબેન દલસુખભાઈ ચાવડાએ નિબંધ લેખનની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ તકે તેણીને રોકડ પુરસ્કાર અને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. તેમજ અન્ય કૃતિઓમાં પણ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. નવયુગ વિદ્યાલય ના આચાર્ય તુષારભાઈ પુરોહિતે વિજેતા બનેલ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...