ટ્રેન અપડેટ:પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન લખનઊ સ્ટેશન પર બ્લોકને કારણે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર રેલ્વેના લખનઊ સ્ટેશન પર ટ્રાફિક પાવર બ્લોકને કારણે, ભાવનગર ડિવિઝનની પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન (19269) 24/11/2022 અને 25/11/2022ના રોજ તેના હાલના રૂટ આલમનગર-લખનઊ-બારાબંકી જંક્શનને બદલે ડાયવર્ટ કરવામાં આવેલ રૂટ આલમનગર-લખનઊ-ઐશબાગ-મલ્હૌર-બારાબંકી જં.થઈને ચાલશે. આ દરમિયાન આ ટ્રેન લખનઊ સ્ટેશને સવારે 5:25 વાગ્યે પહોંચશે અને સવારે 5:35 વાગ્યે ઉપડશે.

રેલવે પ્રશાસન મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...