મશીનની ખરીદી:કચરામાંથી ખાતર બનાવવા પોરબંદર પાલિકાએ રૂા.એક કરોડનો ખર્ચ કર્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીનની ખરીદી કરી

વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા સ્વચ્છતાને લઇને મબલખ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. પોરબંદર પાલિકા દ્વારા રૂ. 1 કરોડના ખર્ચે 10 ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીનની ખરીદી કરી છે. જેમાંથી વેસ્ટ કચરામાંથી ખાતર બનાવવામાં આવશે.

સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. પોરબંદર નગરપાલિકા દ્વારા પણ ભીનો અને સુકો કચરો જયાં ત્યાં ફેકવાને બદલે તેમાંથી ખાતર બનાવી શકાય તે માટે સરકારના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ખાસ મશીન બનાવવામાં આવ્યા છે.

પોરબંદર નગરપાલિકાને આવા 10 મશીન આપવામાં આવ્યા છે. આ મશીનમાં એંઠવાડ સહિતનો ભીનો કચરો અને સુકા પાંદડા સહિતનો જે કચરો છે તે ઓર્ગેનિક વેસ્ટ કનવર્ટરમાં નાખ્યા બાદ તેમાંથી ખાતર તૈયાર થશે જે ખેતીમાં તેનો ઉપયોગ થઇ શકશે. પોરબંદર પાલિકા દ્વારા સાંદીપનિ, ગુરુકુળ મહિલા કોલેજ, માર્કેટીંગ યાર્ડના શાકભાજી વિભાગ, બીરલા હોલ અને સ્વામિનારાયણ મંદિરેને આ મશીન આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...