પોરબંદર પાલિકા-પંચાયત રિઝલ્ટ:જીલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં ભાજપનો કેસરીયો લહેરાયો

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લા પંચાયતમાં 18 બેઠકમાંથી 2015માં ભાજપને 14 અને કોંગ્રેસને 4 બેઠક મળી હતી

પોરબંદરમાં ભાજપે જીલ્લા પંચાયત, નગર પાલિકા અને તાલુકા પંચાયતોમાં ભારે જીત મેળવી છે.પોરલંબદર-છાયા પાલિકમાં ભાજપે 52 પૈકી 45 બેઠક પર જીત મળી છે જ્યારે કોંગ્રેસને ફક્ત 7 બેઠક પર જ જીત મળી શકે છે.

આ અગાઉ યોજાયેલી ચૂંટણીઓમાં પોરબંદર જિલ્લાની જિલ્લા પંચાયતની 18 બેઠકો પર કુલ 60.29 ટકા મતદાન નોંધાયું હતું જ્યારે પોરબંદર તા. પં.ની ચૂંટણીમાં 60.50, રાણાવાવ તા. પં. મા 58.12 અને કુતિયાણા તા.પં મા 61.71 ટકા મતદાન નોંધાયું છે. ગત ટર્મ કરતા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 1.17 ટકા, પોરબંદર તા. પં. મા 0.3 ટકા, રાણાવાવ તા. પં. મા 3.11 અને કુતિયાણા તા.પં. મા 1.96 ટકા ઓછું મતદાન થયું છે.