કાર્યવાહી:પોરબંદર પાલિકા દ્વારા 50 રખડતા પશુને પાંજરે પૂર્યા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પકડાયેલ માલિકીના ઢોર છોડાવવા વહીવટી ચાર્જ વસૂલ કરાશે

રાજ્ય સરકારના આદેશ બાદ પોરબંદર પાલિકા તંત્ર દ્વારા પશુ પકડવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરમાં રઝડતા પશુઓનો ત્રાસ યથાવત રહ્યો છે ત્યારે પાલિકા તંત્રની ટીમ દ્વારા 50 જેટલા પશુઓને પાંજરે પુરી પાલિકા હસ્તકની ઓડદર ખાતે આવેલ ગૌશાળા ખાતે પશુઓને મૂકવામાં આવ્યા છે. પાલીકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ જણાવ્યું છેકે, પશુ માલિકોએ પોતાના પશુ પોતાની માલિકીની જગ્યામાં રાખવા, શહેર વિસ્તારની જગ્યામાં રખડતા રાખવા નહિ. આવા રખડતા ઢોરને પાલિકા ટીમ દ્વારા પકડી ઓડદર ગૌશાળા ખાતે રાખવામાં આવશે.

જો પકડાયેલ ઢોર કોઈ માલિકીના હોય અને માલિક આ ઢોરને છોડાવવા આવે ત્યારે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે જેમાં પ્રથમ વખતે રૂ. 2000નો દંડ, બીજી વખતે રૂ. 3000 અને ત્રીજી વખતે રૂ. 5000 ચાર્જ વસૂલ કરવામાં આવશે. તેમજ એક દિવસનો વહીવટી ચાર્જ રૂ. 100 અને એક દિવસનો નિભાવણી ચાર્જ રૂ. 100 લેવામાં આવશે. આ રકમ વસૂલ કરીને પોતાના ઢોરને જાહેરમાં છોડશું નહિ તેવી લેખિત કબૂલાત લઈને ઢોરને પરત કરવામાં આવશે તેમજ કોઈપણ પશુ માલિક પોતાના પશુને દિવસ 7માં છોડાવવા નહિ આવે તો તે ઢોરની હરરાજી કરીને અથવા તો પાંજરાપોળ અથવા અન્ય સંસ્થાને તે ઢોર મફત આપી ઢોરનો નિકાલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...