કામગીરી:પોરબંદર-મુંબઇ સેન્ટ્રલ એકસપ્રેસ ટ્રેન તા. 8, 9 મે ના રોજ ચાલશે નહીં

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાયવર્ઝનનું કામ હાથ ધરવા માટે ટ્રેન રદ કરાઇ
  • ​​​​​​​વાનગાંવ અને ​​​​​​​દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે

પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તા. 8 અને 9 મેના રોજ દહાણુ રોડ પાસે ડાયવર્ઝનનું કામ હાથ ધરવા માટે ટ્રેન રદ કરવામાં આવી છે. ટ્રાફિક બ્લોક લેવાની કામગીરી કરવામાં આવશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર મુંબઇ સેન્ટ્રલ થી ઉપડનારી પોરબંદર તરફ આવતી ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 8મી મે, 2022ના રોજ તથા ટ્રેન નંબર 19016 પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 9મી મે 2022ના રોજ પોરબંદર થી ઉપડનારી ટ્રેન બ્રિજ નંબર 166 અને 169 પર કાયમી ડાયવર્ઝનનું કામ હાથ ધરવા માટે 08 મે, 2022ના રોજ વાનગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે મોટો ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.

જેના કારણે ભાવનગર ડિવિઝનની પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...