સોશિયલ મીડિયા મારફતે ધમકી:પોરબંદરના ધારાસભ્યને જાનથી મારી નાખવા ધમકી, કમલાબાગ પોલીસે આરોપીની અટકાયત કરી

પોરબંદર21 દિવસ પહેલા

પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાને જાનથી મારી નાખવા અંગે ધમકી મળ્યાની વાતે શહેરભરમા ભારે ચકચાર જગાવી છે. ધારાસભ્ય બાબુ ભીમા બોખીરીયાએ શહેરના કમલાબાગ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે કે, સોશિયલ મીડિયા મારફતે પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામા આવી છે.

ધારાસભ્ય બાબુ બોખીરીયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી છે કે, ગત તારીખ 04/08/2022 પહલા કોઇ પણ સમયે સોશિયલ મીડિયા પર જોયેલ પોસ્ટમાં જેમા આ કામના આરોપીએ પોતાની લાખણશી દેવા ઓડેદારા નામની ફેસબકુ આઈડીમા ફરીયાદીના નામ જોગ અભદ્ર ભાષામાં પોસ્ટ મુકીને ફરીયાદી ધારાસભ્ય બાબુ બોખીરીયાનો પ્રોગ્રામ કરી નાખવો એટલે કે મારી નાખવાની ગર્ભીત ધમકી આપી છે.

ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી આપવાને લઈને ફરીયાદ નોંધાયા બાદ આરોપી લાખણશી દેવા ઓડેદરા નામના શખ્સની કમલાબાગ પોલીસે અટકાયત કરવામા આવી હતી. અટકાય બાદ આરોપી લાખણશી દેવા ઓડેદારાને જામીન પણ આપી દેવામા આવ્યા હતા. આરોપી વિરુદ્ધ અગાઉ બગવદર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ આજ પ્રકારનો ગુનો નોંધાયેલ હતો અને આરોપી લાખણશી ઓડેદારા એક્સ આર્મીમેન હોવાનું પોલીસે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...