નાસતો ફરતો આરોપી ઝડપાયો:પોરબંદર એલસીબીએ આરોપીને પકડી પાડ્યો; છેલ્લા 4 માસથી ફરાર હતો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જુનાગઢ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓની સત્વરે અટકાયત કરવા માટે સુચના આપવામાં આવેલી છે.

જે અનુસંધાને એલસીબી પીઆઈ એચ.કે. શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીણા કટારાને મળેલી હકિકત આધારે કિર્તીમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબીશનના ગુનામાં લાલશાહીથી નાસતો ફરતો આરોપી કનુ ઉર્ફે કાના રૂડા ગુરગુટીયા રહે. કાટવાણા ગામ વાળાને જ્યુબેલી જુના પુલ પાસેથી પકડી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કિર્તીમંદિર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.

આ બાબતની કામગીરી કરનાર પોરબંદર એલસીબી પીઆઇ એચ.કે. શ્રીમાળી તથા એએસઆઇ બટુક વિંઝુડા, હેડ કોન્સ્ટેબલ જીણા કટારા, ઉદય વરૂ, હરેશ આહિર, કેશુ ગોરાણીયા, રણજીતસિંહ દયાતર, ગોવિંદ મકવાણા, કુલદિપસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ દિલીપ મોઢવાડીયા, વિરેન્દ્રસિંહ પરમાર વગેરે સ્ટાફના માણસો રોકાયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...