કામગીરીની સમીક્ષા:પોરબંદર - જેતપુર રોડ ઉપર ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરાયું

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ રીપેરીંગ, રોડ માર્કિંગ સહિતની કામગીરીની સમીક્ષા કરી

પોરબંદર-જેતપુર નેશનલ હાઈવે પર ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ નિરીક્ષણ દરમિયાન કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેની પ્રશંસા પણ કરવામાં આવી હતી. નેશનલ હાઈવે પર સમયાંતરે હાઈવેના રસ્તાઓનું રીપેરીંગ અથવા તો નવીનીકરણ કરવામાં આવતું હોય છે. પોરબંદર -જેતપુર નેશનલ હાઈવે પર નેશનલ ઓથોરિટી દ્વારા રોડ રીપેરીંગ, રોડ માર્કિંગ સહિતની કામગીરી આ રસ્તા પર કરવામા આવ્યું છે. આ સાથે વનાણા ટોલ પ્લાઝા પર આવેલ શૌચાલયનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે.

આ શૌચાલયની અંદરની સુવિધાઓનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું તેમજ શૌચાલયની બહાર આકર્ષણ જમાવતી પેઇન્ટિંગ બનાવવામાં આવી છે. વનાણા ટોલના મેનેજર હવાસિંઘ દ્વારા જણાવ્યું કે શૌચાલય ઉપર બનાવવામાં આવેલ પેન્ટિંગ જેમાં સ્વચ્છતા, પર્યાવરણ અને પાણી સહિતના સંદેશાઓને દર્શાવવામાં આવ્યા છે. પોરબંદર જેતપુર નેશનલ હાઈવે પર પેચ વર્કિંગ તેમજ વાઈટ પટ્ટા અને રસ્તા પર અન્ય કામગીરી કરવામાં આવી હતી. આ રસ્તાની નિરીક્ષણ નેશનલ હાઇવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન કરવામાં આવેલ કામગીરીની પ્રશંસા પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...