સ્વરછતા સર્વેક્ષણ:પોરબંદર આખા દેશમાં 11 માં નંબરનું સૌથી સ્વચ્છ શહેર

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ મહાનગર પાલિકાને પાછળ રાખી પોરબંદરે મેદાન માર્યું
  • દેશમાં 372 શહેરો માંથી 124મો નંબર, કુલ 6000 માંથી 3035.05 ગુણ મેળવ્યા

સ્વરછતા સર્વેક્ષણમાં ગાંધીભૂમિનો સ્ટેટ લેવલે 11 મો નંબર આવ્યો છે. જૂનાગઢ મહાનગર પાલિકા ને પાછળ રાખી પોરબંદરે મેદાન માર્યું છે. દેશમાં 372 શહેરો માંથી 124મો નંબર આવ્યો છે. કુલ 6000 માંથી 3035.05 ગુણ મેળવ્યા છે.મિનિસ્ટર ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા દરવર્ષે ટીમ દ્વારા શહેરોમાં સ્વરછતા અંગે સર્વે કરી માર્ક્સ ફાળવણી કરી નંબર જાહેર કરવામાં આવે છે.

ગત રવિવારે દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્વરછતા સર્વેક્ષણમા 2021ના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં 1 થી 10 લાખની વસ્તી ધરાવતા રાજ્ય લેવલે 4 મહાપાલિકા સહિત 26 પાલિકા માંથી ગાંધીભુમી પોરબંદરનો 11મો નંબર આવ્યો છે. 372 શહેરોમાં પોરબંદરનો 124 મો નંબર આવ્યો છે.

રાજ્ય લેવલે વાત કરીએ તો ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ, જામનગર મહાપાલિકા સામે જૂનાગઢ મહાનગર પાલિકાને પાછળ રાખી પોરબંદરે મેદાન માર્યું છે. આ સ્વરછતા સર્વેક્ષણ મા ત્રણ કેટેગરીમાં માર્ક્સ આપવામાં હોય છે. કુલ 6000 માંથી 3035.05 ગુણ પોરબંદરે મેળવ્યા છે.

ડોર ટૂ ડોર વેસ્ટ કલેક્શન માટે 30 વાહનો કાર્યરત
પોરબંદરમાં ડોર ટૂ ડોર વેસ્ટ કલેક્શન માટે 30 વાહનો અને 5 ઇરીક્ષા કાર્યરત છે. કુલ આ માટે 35 વાહનો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ની ગ્રાન્ટ માંથી સફાઈના સાધનો વસાવ્યા છે. ડોર ટૂ ડોર કલેક્શન, પેવર બ્લોક, રસ્તા, જાહેર શૌચાલયો મા સ્વરછતા સંદેશ, 2 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા છે. જેમાં રતનપર કાર્યરત છે. બીજાનું કામ પૂર્ણ થવાને આરે છે. આ સહિતનો પણ સર્વે કરવામાં આવ્યો હતો. જેના આધારે સર્વેક્ષણમાં માર્ક્સ મળ્યા છે.

ગત વર્ષે સર્વેક્ષણમાં કેટલો ક્રમ હતો?
સ્વરછતા સર્વેક્ષણમા 2019મા દેશમાં પોરબંદરનો 148મો અને સ્ટેટ લેવલે 17મો ક્રમ હતો. 2020મા દેશ માંથી પોરબંદરનો 100 અને સ્ટેટ લેવલે 8મો ક્રમ હતો. આ વખતે વસ્તી આધારે કેટરગરી ચેન્જ થતા 11મો નંબર સ્ટેટ લેવલે આવ્યો છે. જ્યારે દેશ લેવલે 124મો નંબર આવ્યો છે.

સ્વચ્છતા જાળવવા પ્રજાનો સહકાર જરૂરી : પાલિકા પ્રમુખ
શહેરને સ્વરછ રાખવા માટે પોરબંદરની જનતાનો સહકાર મળવો પણ એટલો જ જરૂરી છે. જાહેરમાં કચરો ન ફેંકી કચરો એકઠો કરી ડોર ટૂ ડોર કલેક્શન વાહનમાં નાખવો જોઈએ. આગામી સમયમાં રાત્રી સ્વરછતા પણ કરાશે. પાલિકા તંત્ર અને પ્રજાના સાથથી આગામી દિવસોમાં શહેર વધુ સ્વરછ બને તેવા પ્રયાસ હાથ ધરાશે.> સરજુભાઈ કારીયા

​​​​​​​અવ્વલ નંબર મેળવવા પ્રયાસ કરશું : ચીફ ઓફિસર
સ્વરછતા સર્વેક્ષણમાં પોરબંદરનો સ્ટેટ લેવલે 11મો ક્રમ આવ્યો છે ત્યારે વસ્તી કેટેગરી જોતા પોરબંદરનો સારો ક્રમ કહેવાય. આમછતાં સ્વરછતા અંગે પોરબંદરને અવ્વલ નંબર મળે તેવા પૂરતા પ્રયાસ કરવામાં આવશે. > મનન ચતુર્વેદી, ચીફ ઓફિસર, પાલિકા, પોરબંદર)

અન્ય સમાચારો પણ છે...