નિર્ણય:પોરબંદર - હાવડા ટ્રેન જાન્યુઆરીથી હાવડાને બદલે શાલીમાર સ્ટેશને જશે

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર - હાવડા માટે અઠવાડિયામાં બે વખત ઉપડતી ટ્રેનના સ્ટોપેજમાં વધારો
  • આ ટ્રેનને સાંત્રાગાચી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું

પોરબંદર-હાવડા માટે અઠવાડિયામાં બે વખત ઉપડતી ટ્રેન આગામી જાન્યુઆરી-2022 થી હાવડાને બદલે શાલીમાર સુધી ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો અને આ ટ્રેનને સાંત્રાગાચી સ્ટેશને વધારાનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે.

પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની બે સપ્તાહમાં બે વખત ઉપડતી ટ્રેન નંબર 09205 ટ્રેન જાન્યુઆરી, 2022 થી હાવડાને બદલે શાલીમાર સ્ટેશનથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ ટ્રેનને સાંત્રાગાચી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે. અન્ય સ્ટેશનોના સમયમાં કોઈ ફેરફાર નથી. પોરબંદરથી ટ્રેન નંબર 09205 13 જાન્યુઆરી, 2022 ના રોજ પોરબંદર સ્ટેશનથી ઉપડશે અને 15 જાન્યુઆરી, 2022 ના રોજ શાલીમાર સ્ટેશન પહોંચશે.

સાંત્રાગાચી સ્ટેશન પર આ ટ્રેનનો પહોંચવાનો સમય 2.55 કલાક અને ઉપડવાનો સમય 2.57 કલાકનો રહેશે ત્યારબાદ આ ટ્રેન 03.20 વાગ્યે શાલીમાર સ્ટેશન પહોંચશે. જયારે કે ટ્રેન નંબર 09206 શાલીમાર - પોરબંદર 15 જાન્યુઆરી, 2022 ના રોજ શાલીમાર સ્ટેશનથી ઉપડશે અને 17 મી જાન્યુઆરી, 2022 ના રોજ પોરબંદર સ્ટેશન પહોંચશે. આ ટ્રેન શાલીમાર સ્ટેશનથી 21.05 વાગ્યે ઉપડશે અને સાંત્રાગાચી સ્ટેશન પર આ ટ્રેનનોપહોંચવાનો સમય 21.13 વાગ્યે અને ત્યાંથી ઉપડવાનો સમય 21.15 વાગ્યે રહેશે. તેમ રેલ્વે બોર્ડની એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...