સફાઇ અભિયાન:પોરબંદર હેરિટેજ કન્ઝર્વેટીવ ગૃપ દ્વારા ચોપાટી-બીચ પર સફાઇ કરાઇ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દર મહિનાના બીજા રવિવારે આ અભિયાન અંતર્ગત ચોપાટીની સફાઇ કરાશે

પોરબંદર હેરિટેજ કંઝર્વેટીવ ગૃપ દ્રારા સફાઇ અભિયાનનું આયોજન કરીને દર મહિનાના બીજા રવિવારે શહેરની ચોપાટી-બીચ પર સફાઇ કરવામાં આવી રહી છે. પોરબંદર હેરિટેજ કંઝર્વેટીવ ગૃપ દ્રારા એક સફાઇ અભિયાનનું આયોજન કરીને દર મહિનાના બીજા રવિવારે શહેરની ચોપાટી-બીચ પર સાફ-સફાઇ હાથ ધરવામાં આવી રહી છે.

પોરબંદર નગરપાલિકાની મશીનરી અને સ્ટાફનો સહકાર મળ્યો હતો તેમજ શહેરની સેવાભાગી સંસ્થા એવી સ્વસ્તિક ગૃપ તેમજ મીર જમાતના આરીફ રાઠોડ તથા અન્ય સભ્યોનો પણ આ સફાઇ અભિયાનમાં સારો એવો સહકાર મળ્યો હતો. પોરબંદર હેરિટેજ કંઝર્વેટીવ ગૃપના નિશાંત બઢ તથા અન્યો સભ્યો અને શહેરીજનોએ આ અભિયાન અંતર્ગત પોરબંદરની ચોપાટીને સ્વચ્છ અને રમણીય કરવામાં પોતાનું શ્રમદાન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...