તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પોરબંદરમાં ચાર વર્ષથી ફીશરીઝ હાર્બર બની ગયું છતાં લોકાર્પણ થતું નથી : CMને રજૂઆત

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિંમતી વસ્તુની ચોરી થઇ રહી છે : ઘણા મહિનાઓથી લાઇટો બંધ હોવાથી અનેકવિધ સમસ્યાઓ

પોરબંદરમાં છેલ્લા 4 વર્ષથી માછીમારના ધંધાના વિકાસ અર્થે 12 થી 13 કરોડના ખર્ચે ફીશરીઝ હાર્બર બનાવેલ, છેલ્લા 4 વર્ષથી બનીને પડેલ છે તેનું ઓપનીંગ પણ કરવામાં આવેલ નથી. ઓપનીંગ પહેલા બધુ સડવા માંડયું છે. સ્લેબ ભરવામાં આવેલ છે તેમાંથી વરસાદી પાણી પડે છે. ફીશરીઝ હાર્બર એરીયા તેમજ આજુબાજુ એરીયામાં લાઇટની વ્યવસ્થા છે પણ ચાલુ નથી. બંદર એરીયામાં હાઇમસ ટાવર હોવા છતાં પણ બંધ હાલતમાં છે.

આના માટે માછીમારોની ફરિયાદ પણ આવે છે. છેલ્લા ઘણા સમયથી માછીમારોની કિંમતી વસ્તુઓની ચોરી પણ થાય છે, છેલ્લા ટાઇમમાં પોલીસમાં પણ ફરિયાદ કરવામાં આવેલ. સુભાષનગર સામેનો વિસ્તાર છે તે ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકનો છે અને જાવર વિસ્તાર તરીકે ઓળખાય છે, ત્યાં માછીમારોની બોટનો સામાન અને સુકી માછલીઓ રાખવાના ગોડાઉન તેમજ દંગા આવેલ હોય છે તે વિસ્તારમાં પણ ચોરી થાય છે.

આ વિસ્તાર ડાયમંડ કાટાથી જાવર સ્મશાન સુધી લાઇક કે રસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ નથી. આ માટે રજુઆત પણ કરવામાં આવેલ છે. આ બંને વિસ્તાર જી.એમ.બી. તેમજ ફીશરીઝ વિભાગની જવાબદારીઓમાં આવતા હોય છે. માછીમારો તેમજ વેપારીઓ આજ જગ્યાનું ભાડુ પણ સરકારના નિયમ મુજબ કરે છે.

દરિયાકાંઠે જાવર વિસ્તારમાં પોલીસ તેમજ કસ્ટમ વિભાગને પેટ્રોલીંગ કરવા માટે રસ્તા અને લાઇટના કારણે એને પણ મુસીબત પડતી હશે એના કારણે ગોડાઉનમાંથી કિંમતી વસ્તુની ચોરી થઇ રહી છે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ જાવર વિસ્તારમાં સુપર ગેસના પ્લાન્ટથી સુભાષ નગર સ્મશાન સુધી લાઇટ અને રસ્તા જરૂરી છે આ માટે લાગતા વિભાગને જાણકારી આપી પોરબંદર ભાજપના પૂર્વ પ્રદેશ કારોબારી સદસ્ય સુનિલભાઇ ગોહેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...