દુઃખદ:પોરબંદરનાં માછીમારની તબીયત લથડતા મોત, લોહીની ઉલ્ટી થતા સારવાર માટે ખસેડાયો

પોરબંદર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર નજીક 40 નોટીકલ માઇલ દૂર દરિયામાં માછીમારી કરી રહેલા એક ખલાસીનેની તબીયત અચાનક લથડતા તેમને લોહીની ઉલ્ટી થઇ હતી જેથી તેને સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. પોરબંદરથી 14 નવેમ્બરના રોજ શ્રમસાગર નામની બોટમાં 8 ખલાસીઓ માછીમારી કરવા માટે નિકળ્યા હતા.

પોરબંદરથી આશરે 40 નોટીકલ માઇલ દૂર તેઓ માછીમારી કરી રહ્યા હતા ત્યારે ખલાસી સુરેશકુમાર વર્માની તબીયત મધરાત્રે લથડતા તેમને લોહીની ઉલ્ટી થઇ હતી. આ ખલાસીને સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ ખલાસીનું સારવાર દરમિયાન સતત લોહીની ઉલ્ટી થતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...