આજે હનુમાનજયંતિ નિમિતે પોરબંદર જિલ્લામાં જય બજરંગબલીના નાદ ગુંજી ઉઠશે. હનુમાનજીના મંદિરે વિવિધ ધાર્મિક ઉત્સવનું આયોજન થશે જેમાં હનુમાન ચાલીશા તથા યજ્ઞ સાથે મહાપ્રસાદી યોજાશે. જિલ્લાના લોકો ભક્તિભાવ પૂર્વક હનુમાન જયંતીની ઉજવણી કરશે. પોરબંદર જિલ્લામાં આજે હનુમાનજયંતીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવશે . આયોજકોએ ઉજવણી માટેની તડામાર તૈયારી શરૂ કરી હતી.
હનુમાનજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. મુખ્ય મંદિરો ખાતે મંદિરને રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસા, યજ્ઞ તથા શ્રીરામ ભગવાનના ભજન સત્સંગ યોજાશે. હનુમાનજયંતીના દિવસે જય બજરંગ બલી અને શ્રીરામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી... ના નારા ગુંજી ઉઠશે. હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવશે. હનુમાનજીના મંદિરે પ્રસાદી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.
ભગવાન પરશુરામ માર્ગ પર આવેલ કષ્ટભંજન હનુમાનના મંદિરે શાંજે 7:30 બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં આવેલ રોકડીયા હનુમાન મંદિર ખાતે બપોરે મીની લોકમેળો યોજાશે. રોકડીયા હનુમાનજીનું મંદિર ખાતે ભાવિકો દર્શન કરવા ઉમટી પડશે. રોકડીયા હનુમાન મંદિરે સવારે 5:45 કલાકે મહાઆરતી, બપોરે 12 વાગ્યે મહાઆરતી તેમજ સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી મહાપ્રસાદીનું આયોજન કરાયું છે. શાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ભજન સંધ્યાનું આયોજન કરાયું છે.
સુદામા મંદિર સામે આવેલ સંકટમોચન હનુમાનજીના મંદિરે સવારે 8 કલાકે હવન, 10 વાગ્યે ધ્વજારોહણ, 12 વાગ્યે બીડું હોમાશે બાદ મહાપ્રસાદી શરૂ થશે. જિલ્લામાં ઠેર ઠેર હનુમાનજીના મંદિરે ભાવિકો ધાર્મિક કાર્યક્રમનો લાભ લઇ ધન્ય
श्रीगुरु चरन सरोज रज निजमनु मुकुरु सुधारि।
बरनउँ रघुबर बिमल जसु जो दायकु फल चारि।।
શ્રી ગુરૂજી મહારાજના રણકમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી શ્રી રઘુવીરના નિર્મળ યશનું વર્ણન કરૂં છું, જે ચારેય ફળ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ) આપનારા છે.
बुद्धिहीन तनु जानिके, सुमिरौं पवन-कुमार।
बल बुधि बिद्या देहु मोहिं, हरहु कलेस बिकार।।
હે પવનકુમાર ! હું તમારૂં સ્મરણ કરૂં છું તમે તો જાણો જ છો કે મારૂં શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ તથા જ્ઞાન આપો અને મારા દુ:ખો તથા સર્વ દોષોનો નાશ કરી દો.
રોકડીયા હનુમાનજી મંદિરમાં પોરબંદરના મહારાણા અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા
રોકડીયા હનુમાનજીનું મંદિર પૌરાણિક મંદિર છે, અને આ રાજાશાહી વખતના મંદિર ખાતે બિરાજમાન હનુમાનજી પ્રત્યે મહારાણા નટવર સિંહજી પણ અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા, તેમના વંશજો અહીં દર્શનાર્થે આવતા હતા, મંદિરમાં હનુમાનજી નીચે બિરાજમાન છે અને ઉપરના ભાગે રામ લક્ષ્મણ જાનકીનું મંદિર છે.
અનેક યાત્રિકો મંદિરની મુલાકાતે આવે છે
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથથી દ્વારકા તરફ જતા યાત્રિકો પોરબંદરથી જ્યારે પસાર થાય ત્યારે માર્ગ વચ્ચે આવતા રોકડીયા હનુમાનજીના મંદિરે અચૂક પણે દર્શનાર્થે આવે છે, અને બસમાં જ્યારે યાત્રિકો પસાર થતા હોય ત્યારે રોકડીયા હનુમાન મંદિર ખાતે વિસામો લય ભોજન કરે છે, અહીં સ્થાનિક લોકોની સાથોસાથ પ્રવાસીઓ આખા વર્ષ દરમિયાન નિયમિત પણે દર્શનાર્થે આવી પહોંચે છે.
2 સ્થળે સત્સંગ યોજાશે
વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા આજે સવારે 10 વાગ્યાથી રોકડીયા હનુમાન મંદિરે મનોરથી સ્વસ્તિક ગ્રુપ દ્વારા દિવ્ય સત્સંગ યોજાશે તેમજ સાંજે 5 વાગ્યાથી જ્યુબેલી - બોખીરા સ્થિત શ્રી તિરૂપતિ બાલાજી મંદિર ખાતે સત્સંગ યોજાશે.
બાલા હનુમાન મંદિરે અઢી લાખ લાડુનો પ્રસાદ તથા ધૂન ભજન યોજાશ
સુદામાચોક સામે આવેલ બાલા હનુમાન મંદિરે અઢીલાખ લાડુ બનાવવામાં આવ્યા છે. મંદિરે મહા આરતી, શાંજે 7:30થી 9:30 સુધી ભાવિકોને લાડુના પ્રસાદના બોક્સનું વિતરણ કરવામાં આવશે. રાત્રે 9 કલાકે ભજન સંધ્યા યોજાશે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.