તલાટીઓ માટે વર્કશોપનું આયોજન:પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ વર્કશોપ યોજ્યો, ગામડાઓમાં ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે માર્ગદર્શન આપ્યું

પોરબંદર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા મથકે સરપંચ અને તલાટીઓ માટે વર્કશોપ યોજાયો
  • ત્રણેય તાલુકાના પસંદ કરેલા ગામોમાં કરવાની થતી કામગીરી અંગે વર્કશોપનું આયોજન કરાયું

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્રારા ગામડાઓના વિકાસ માટે અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગ્રામ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં તમામ ગામડાઓનો વિકાસ કરવા માટે કટીબદ્ધ છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), મિશન મંગલમ અને મહાત્મા ગાંધી નરેગા યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકોને મળી રહે તે માટે કટીબદ્ધ છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની ટીમ દ્વારા યોજનાકીય કામગીરી અંગે પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા મથકે સરપંચ અને તલાટીઓ માટે વર્કશોપ યોજવામાં આવ્યો હતો.

કચરાના નિકાલની વ્યવસ્થાની કામગીરી પર ભાર મુકવામાં આવ્યો
પોરબંદર જિલ્લામા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) માટે એ.આઈ.પી 2022-23 માટે ત્રણેય તાલુકાના પસંદ કરેલા ગામોમાં કરવાની થતી કામગીરી અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામોમાં ઘન કચરાના નિકાલની વ્યવસ્થા અને પ્રવાહી કચરાના નિકાલની વ્યવસ્થાની કામગીરી પર ભાર મુકવામાં આવ્યો હતો. ગામને સ્વચ્છ રાખવા માટે ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે સામુહિક શોકપીટ, સામુહિક કંપોસ્ટ પીટ, સેગ્રીગેશન શેડ, સ્વચ્છતાના સાધનો જેવા કે ડસ્ટબીન અને ઈ-રીક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની ટીમ દ્રારા આયોજીત વર્કશોપમાં દરેક ગામમા સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરાવવા માટે સરપંચ અને તલાટીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...