તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝુંબેશ:પોરબંદર જિલ્લામાં 15 દિવસમાં 542 જોબકાર્ડનો વધારો થયો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં નરેગા યોજના હેઠળ 542 જોબકાર્ડ વધ્યા છે. પોરબંદર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં શ્રમજીવીઓને મનરેગા યોજના હેઠળ આવરી લેવા જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો મારફત નવા જોબકાર્ડ શોધવાની ઝુંબેશ હાથ ધરાઇ હતી. છેલ્લા 15 દિવસમાં આશરે 542 જોબકાર્ડની સંખ્યામાં વધારો થયો છે.

કોરોના મહામારીના કપરાકાળમાં શ્રમજીવીઓને રોજગારી પુરી પાડવા માટે સરકાર કટ્ટીબદ્ધ છે. ગ્રામીણ કુટુંબોને વાર્ષિક 100 દિવસની રોજગારી મળી રહે અને વધુને વધુ લોકો મનરેગા યોજના હેઠળ રોજગારી મેળવે તે હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત જિલ્લાની 489 આંગણવાડી કેન્દ્રો પર આઇ.ઇ.સી. પ્રવૃતિ હાથ ધરાઇ હતી. મનરેગા યોજના હેઠળ જિલ્લામાં નવા જોબકાર્ડ તૈયાર કરવા તથા અનએકટીવ જોબકાર્ડની એકટીવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાકી રહેતા અન્ય ગામોમાં સર્વે ચાલુ છે. આગામી સમયમાં વધુને વધુ પરિવારો મનરેગા યોજના હેઠળ જોડાઇને રોજગારી મેળવે તે માટે સર્વે હાથ ધરાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...