આધાર કાર્ડ અપડેટ કરવા અપીલ:પોરબંદર જિલ્લાવાસીઓએ દસ વર્ષ જુના આઘારકાર્ડને અપડેટ કરાવા; નજીકના આઘાર નોંઘણી કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર

પોરબંદર જિલ્લાના રહેવાસીઓને પોતાના આધાર કાર્ડ અપડેટ કરવા માટે અનુરોધ કરવામા આવ્યો છે. છેલ્લા દસ વર્ષથી આઘારકાર્ડ ઓળખના પુરાવા તરીકે ઓળખાય છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે પણ આઘારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે.

તાજેતરમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (યુ.આઇ.ડી.એ.આઇ) ભારત સરકારની તા.19/09/2022ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ 10 વર્ષથી વધુ સમય પહેલા આઘાર કાર્ડ કઢાવ્યું હોય અને તેટલા સમયગાળા દરમ્યાન કોઇ આઘાર અપડેશન કરવામાં આવેલ ન હોય, તેવા પોરબંદર જિલ્લાના રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલ દસ્તાવેજો સાથે આઘારકાર્ડ અપડેટ કરવા જણાવેલ છે. તથા તે માટે સરકાર દ્વારા રૂપિયા 50 નો દર નક્કી કરવામાં આવેલ છે. આ અંગે અત્રેના જિલ્લામાં આવેલા નજીકના આઘાર નોંઘણી કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...