મેઘમહેર:પોરબંદર જિલ્લામાં 4 થી 6 ઈંચ વરસાદ,મોસમનો કુલ વરસાદ 14 થી 16  ઈંચ નોંધાયો

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદને લીધે મીંયાણી ગામના ખારવાવાડ વિસ્તારમાં આવેલા એક મકાનની છત ધરાશાયી થઇ ગઇ હતી - Divya Bhaskar
વરસાદને લીધે મીંયાણી ગામના ખારવાવાડ વિસ્તારમાં આવેલા એક મકાનની છત ધરાશાયી થઇ ગઇ હતી
  • પોરબંદર જીલ્લામાં સર્વત્ર મેઘમહેર : બંદર પર ભારે વરસાદ સૂચવતું ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું
  • પોરબંદરનાં મીંયાણી ગામે મકાનની છત ધારાશાઇ

પોરબંદર જિલ્લામાં સર્વત્ર મેઘમહેર છવાઇ હતી. જિલ્લામાં 4 થી 6 ઇંચ જેવો વરસાદ પડી જવા પામ્યો છે. પોરબંદરમાં ગઇકાલે ઝાપટાંરૂપી વરસેલા મેઘરાજાએ આજે સવારથી દે ધનાધન બોલાવતા સમગ્ર જીલ્લામાં મેઘમહેર છવાઇ ગઇ છે. જીલ્લામાં દિવસ દરમ્યાન સર્વત્ર 4 થી 6 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. અને ભારે વરસાદની આગાહી સુચવતુ ત્રણ નંબરનું સિગ્નલ બંદર પર લગાવવામાં આવ્યુ છે.

પોરબંદર શહેશનો કુલ વરસાદ 352 મિમી, રાણાવાવનો 399 અને કુતિયાણાનો 359 નોંધાયો છે

પોરબંદરમાં એક અઠવાડીયા પહેલા મેઘરાજાએ વાવણી લાયક વરસાદ વરસાવી દીધા બાદ ગઇકાલે ઝાપટાંરૂપી વરસાદ વરસવાનો શરૂ થયો હતો જે આજ સવારથી સારી માત્રામાં વરસવા લાગતા પોરબંદરમાં દિવસ દરમ્યાન 120 મીમી, રાણાવાવમાં 152 મીમી અને કુતિયાણામાં 92 મીમી વરસાદ વરસી ગયો છે. આ સાથે પોરબંદર શહેશનો કુલ વરસાદ 352 મિમી, રાણાવાવનો 399 અને કુતિયાણાનો 359 નોંધાયો છે. હજુ પણ પોરબંદરમાં વરસાદ વરસવાની આગાહી ના પગલે બંદર પર વાવાઝોડુ નહી પણ ભારે વરસાદ સુચવતું ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યુ છે. અઠવાડીયા પૂર્વે વરસેલા વાવણી લાયક વરસાદ બાદ વરસાદના બીજા રાઉન્ડથી ધરતીપૂત્રો ખુશ ખુશાલ થઇ ગયા છે. 

ટુકડાં-મીંયાણી ગામે વિજળી પડી, જાનહાની નહી

પોરબંદર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને ટુકડા-મીંયાણી ગામે વિજળી પડવાનો બનાવ બન્યોહતો. પોરબંદરમાં વરસી રહેલા વરસાદને લીધે બરડા પંથકના ભાવપરા, ટુકડાં, મીંયાણી, વિસાવાડા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન ફૂંકાયા હતા, ટુકડાં-મીંયાણી ગામે મરસીયા સીમમાં રહેતા નવઘણભાઇ અરભમભાઇ ઓડેદરાના મકાનમાં વિજળી પડતા ઇલેકટ્રીક ઉપકરણો બળીને ખાખ થઇ ગયા હતા, જોકે કોઇ જાનહાની થઇ ન હતી. જ્યારે કે ભોમીયાવદર ગામે વિજળી પડતા એક ભેંસ અને બળદનું મોત નીપજ્યુ હતુ. 

પોરબંદરમાં વૃક્ષ ધારાશાયી: પોરબંદરના સ્ટેશન રોડ પર ભારે વરસાદને પગલે એક વૃક્ષ ધારાશાઇ થઇ ગયુ હતુ, જોકે કોઇ જાનહાની થઇ ન હતી.

બગવદરના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી: વરસાદને લીધે બરડા પંથકના બગવદર, વિસાવાડા, ટુકડાં, મીંયાણી, સીમર, રાણારોજીવાડા, ઇશ્વરીયા, ભોમીયાવદર સહિતના ગામોમાં ૧ થી ૩.૫ ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડુતોમાં ખુશી છવાઇ છે. 

ઘેડ વિસ્તારમાં ભારે વરસાદ: વરસાદી માહોલ વચ્ચે ઘેડ વિસ્તારના ગોસા, એરડા, નેરાણા અને દેરોદર સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો.

પોરબંદરનાં મીંયાણી ગામે મકાનની છત ધારાશાઇ: વરસાદને લીધે મીંયાણી ગામના ખારવાવાડ વિસ્તારમાં આવેલા એક મકાનની છત ધરાશાયી થઇ ગઇ હતી, જોકે મકાનમાં કોઇ રહેતું ન હોવાને લીધે જાનહાની થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...