સર્વે:નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5માં 550.39 સ્કોર સાથે પોરબંદર જિલ્લો પ્રથમ ક્રમાંકે

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંતરરાષ્ટ્રીય જનસંખ્યા વિજ્ઞાન સંસ્થા દ્વારા વર્ષ 2019-20માં સર્વે કરાયો હતો

કેન્દ્ર સરકારના હેલ્થ અને ફેમિલી વેલફેર મંત્રાલય હેઠળ આંતરરાષ્ટ્રીય જનસંખ્યા વિજ્ઞાન સંસ્થા દ્વારા વર્ષ 2019-20માં કરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5મા ગુજરાતના તમામ જિલ્લામાં સર્વે હાથ ધરાયો હતો. જેમા કુલ જુદા-જુદા 9 ઇન્ડિકેટરમાં 550.39 સ્કોર સાથે પોરબંદર જિલ્લો ઓવરઓલ પ્રથમ ક્રમાંકે આવ્યો છે.

હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ- ફાઇનાન્સીંગ સ્કીમ, રીપ્રોડકટીવ હેલ્થ, મેટરનલ હેલ્થ, બાળકોને લગતી પોષણ આહારિત સેવાઓ, સામાન્ય લોકોને લગતી પોષણ આહારિત સેવાઓ, બીનચેપી રોગોના પરિબળો અને અલગ અલગ બિનચેપીરોગો ડાયાબિટીસ, બ્લડપ્રેસર, હદયરોગ, લકવો, કેન્સર જેવી બિમારીઓ અંતર્ગત આપવામા આવતી સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં આ સંસ્થા દ્વારા સર્વે કરાયો હતો. જેમા પોરબંદર જિલ્લાએ સમગ્ર ગુજરાતમાં ઓવર ઓલ રેન્કીંગમા 550.39 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમાંક હાસલ કર્યો છે.

કેન્દ્ર સરકારના હેલ્થ અને ફેમિલી વેલફેર મંત્રાલય હેઠળ આંતરરાષ્ટ્રીય જનસંખ્યા વિજ્ઞાન સંસ્થા દ્રારા સમગ્ર ગુજરાતમાં કરાયેલા સર્વેમા પોરબંદર જિલ્લાનો સર્વ શ્રેષ્ઠ દેખાવ થતા જુદા જુદા 9 ઇન્ડીકેટરમા અન્ય જિલ્લાઓની સરખામણીમા સર્વે શ્રેષ્ઠ રેંન્ક મેળવ્યો છે. આ સર્વેમાં 104 પેટા પોઇન્ટમાં મુખ્ય 16 ઇન્ડિકેટરમા 9 ઇન્ડિકેટરમાં પોરબંદર જિલ્લાનો પ્રથમ ક્રમાંક આવ્યો છે.

જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી બી.બી. કરમટાએ જણાવ્યું હતુંકે, બાળકોની પોષણ સ્થિતિમાં 94 સ્કોર સાથે પોરબંદર જિલ્લો પ્રથમ, મેટરનલ હેલ્થ માપદંડમાં 88 સ્કોર સાથે બીજો નંબર, ચાઈલ્ડ હેલ્થમાં 84 સ્કોર સાથે પ્રથમ, રીપ્રોડકટિવ હેલ્થમાં 77 સ્કોર સાથે ત્રીજો નંબર સહિતની ઓવર ઓલ કમ્પોઝીટ ઇન્ડેક્સમાં 550 સ્કોર સાથે પોરબંદર જિલ્લાનો રાજ્યમાં પ્રથમ ક્રમાંક આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...