તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:પોરબંદરની જિલ્લા પંચાયત સંચાલિત સ્કૂલના વિદ્યાર્થીઓને પૂરતા પુસ્તકો મળ્યા નથી

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પરીક્ષા આવી રહી છે ત્યારે અધૂરા પુસ્તકોની ફાળવણી થતા પ્રાથમિક શિક્ષણના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

|પોરબંદરના કમલાબાગ પાસે આવેલ જિલ્લા પંચાયત હસ્તકની એમ ઇ એમ શાળા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે આશિર્વાદ સમાન છે. આ શાળા ખાતે ભૂતકાળમાં અનેક વિદ્યાર્થીઓએ અભ્યાસ કરીને પોતાની કારકિર્દી બનાવી છે. આ શાળા ખાતે આ વખતે પણ શાળાની સારી નામના ને કારણે અનેક વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી આ શાળા ખાતે એડમિશન મેળવ્યું છે. પરંતુ પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ માટેના પુસ્તકો પૂરતા ફાળવવામાં આવ્યા નથી. એટલેકે વિદ્યાર્થીઓને અધૂરા પુસ્તકો આપવામાં આવ્યા છે.

કોરોનાને પગલે શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓ ઘરે રહી ઓનલાઈન અભ્યાસ કરે છે ત્યારે પુસ્તકો અધૂરા આપવામાં આવતા વિધાર્થીઓને અભ્યાસક્રમ પૂરો કરવામાં હાલાકી વેઠવી પડે છે. અને અધૂરા પુસ્તકો પુરા કરવા ફરજીયાત ખાનગી દુકાનો માંથી પુસ્તકો લેવા પડે છે અને ત્યાં પણ કેટલાક પુસ્તકો નહિ હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. આગામી સમયમાં વાર્ષિક પરીક્ષા આવનાર હોય જેથી અધૂરા પુસ્તકોને કારણે વિધાર્થીઓને અભ્યાસક્રમ પૂરો કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે તેવુ વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું.

ગાંધીનગરથી પુસ્તકો આવે છે. ગત વર્ષે જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા એ મુજબ પુસ્તકો આવ્યા હતા. જેથી પુસ્તકો ઓછા આવ્યા હતા. આ વખતે વિદ્યાર્થીઓ વધ્યા છે.જેથી હવે આવતા વખતે વિદ્યાર્થીની સંખ્યાના આધારે પુસ્તકોનો જથ્થો આવી જશે તેમ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગિગનભાઈ બાપોદરાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો