પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા દ્વારા રાજ્ય સરકારના મંત્રીને રજૂઆત કરી એવું જણાવવામાં આવ્યું છે કે જિલ્લા પંચાયતમાં બાંધકામ શાખામાં એન્જિનિયરની ઘટ છે. સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાકીય કામગીરીમાં એન્જિનિયરની ભૂમિકા મહત્વની હોય છે.
જેમાં ગ્રામ પંચાયતને લગતા કામોમાં પ્લાન નકશા એસ્ટીમેટ બનાવવા મેજરબુક લખવી વગેરે કામગીરીમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જિલ્લામાં તાલુકા કક્ષાની કચેરીઓમાં એન્જિનિયરની નવ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, જેની સામે માત્ર ત્રણ જગ્યાઓ ભરવામાં આવી છે.
અને હાલ છ જગ્યાઓ ખાલી છે. ખાસ કરીને પોરબંદર તાલુકો વસ્તી અને ગામડાઓની સંખ્યામાં મોટો તાલુકો છે. આ તાલુકામાં રેગ્યુલર એન્જિનિયરની ખાસ જરૂરિયાત છે. જેથી સરકાર દ્વારા જિલ્લામાં રેગ્યુલર એન્જિનિયરની અન્ય જિલ્લામાંથી બદલીથી અથવા તો સરકારમાંથી ડાયરેક્ટ એન્જિનિયરની નિયુક્તિ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારવદરા દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે. અને એન્જિનિયરની જગ્યા ખાલી હોવાના કારણે બાંધકામ શાખામાં સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની કામગીરીમાં વારંવાર હાડમારીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી સત્વરે યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.