જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદર દ્વારા તા. 17 માર્ચના રોજ સવારે 11 કલાકે સરકારી પોલીટેકનીક કોલેજ પોરબંદર ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરીયાત હોય, જે અંતર્ગત ઇચ્છા ધરાવતા પોરબંદર જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે.
જોબફેરમાં આણંદ ગૃપ અમદાવાદ ખાતે ઓપરેટિંગ એન્જીનિયર ટ્રેઇનીની જગ્યા માટે કંપનીના નોકરીદાતા ઉપસ્થિત રહેશે. જેમાં 18 વર્ષથી 21.5 વર્ષ સુધીની ઉંમરના લાયકાત ધરાવતા ઉમેદવારો હાજર રહી શકશે. આ એક ઓપન જોબફેર હોય કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદામાં આવતા હોય તો સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે.
ઉપરોક્ત જોબફેરમાં લાયકાત/અનુભવના તમામ પ્રમાણપત્રો અસલ અને નકલ તેમજ લીવીંગ સર્ટી, માર્કશીટ આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અને ચાર નંગ પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ તથા બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. આ ભરતી મેળામાં દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યાઓ ના હોય દિવ્યાંગ ઉમેદવારોએ ભરતી મેળામાં હાજરી આપવી નહીં. અનુબંધમ પોર્ટલ તથા મોબાઈલ એપ દ્વારા પણ રોજગારીની તક મેળવી શકો છો. અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન લિન્ક: https://anubandham.gujarat.gov.in/account/signup (વધુ માહિતી માટે રોજગાર સેતુ હેલ્પલાઇન પર કોલ કરો. હેલ્પ લાઇન નંબર 63573 90390 છે.)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.