માર્ગદર્શન:પોરબંદર જિલ્લા કલેકટરે મીડિયા મોનીટરીંગ રૂમની મુલાકાત લીધી

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમના કર્મીઓને દેખરેખ અંગેના અહેવાલો અંગે અભ્યાસુ માર્ગદર્શન આપ્યું

પોરબંદરના કલેક્ટર અશોક શર્માએ પોરબંદર કલેક્ટર કચેરી ખાતે કાર્યરત મીડિયા મોનીટરીંગ રૂમ અને કંટ્રોલરૂમની મુલાકાત લઈ ફરજ પરના કર્મચારીઓને અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું. ઉમેદવારો દ્વારા માધ્યમ પર થતા ખર્ચ અંગે દેખરેખ રાખવા તેમજ જાહેરાત આપતા પૂર્વે પ્રમાણીકરણ સર્ટિફિકેટ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર સમય મર્યાદામાં ઉમેદવારો અથવા તેમના અધિકૃત પ્રતિનિધિઓને મળી રહે તે માટે વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ અંગેનું અરજી ફોર્મ પણ કંટ્રોલરૂમમાં ઉપલબ્ધ છે.

ઉમેદવાર દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયા અને ઈ - પેપરમાં આપવામાં આવતી જાહેરાત અંગે તમામ દિવસોમાં અગાઉથી મંજૂરી લેવાની રહેશે. અખબારોમાં મતદાન દિવસ અને તેના આગલા દિવસે એમ બે દિવસ મંજૂરી લેવાની રહેશે. કલેકટર અશોક શર્માએ મીડિયા મોનીટરીંગ પરના કર્મચારીઓ તેમ જ એમ.સી.સી કંટ્રોલ રૂમના કર્મચારીઓને તેઓ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી ની જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મીડિયા મોનીટરીંગ રૂમમાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે નોડલ ઓફિસર મીડિયા અને સહાયક માહિતી નિયામક નરેશ મહેતાએ કલેકટરને અવગત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...