શિવમય:પોરબંદર જિલ્લો બન્યો શિવમય : શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં બમ બમ ભોલેના નાદ ગુંજયા

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભગવાન શિવનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે. આ વખતે સોમવારે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે પોરબંદર જિલ્લામાં સવારથી જ જુદાજુદા શિવાલયોમાં મહાદેવને શણગાર કરવામાં આવ્યા છે. શિવ ભક્તો દ્વારા શિવાલયોમાં ભગવાનને રીઝવવા પૂજા અર્ચના, દૂધ અને જલનો અભિષેક કરવામાં આવ્યો હતો.

શિવાલયોમાં બમ બમ ભોલેનો નાદ ગુંજયો હતો. શ્રાવણ માસ દરમ્યાન શિવાયલોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને જિલ્લો શિવમય બનશે. પોરબંદરના જડેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પૂજારી મનહરભાઈ અને આનંદભાઈ વ્યાસ દ્વારા આ મંદિરે નવનાથ દર્શન યોજી પુષ્પહારનો શણગાર કરવામાં આવ્યો હતો. નવનાથના દર્શન યોજાતા શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જડેશ્વર મંદિરે નવનાથના દર્શન યોજાયા
પોરબંદરનાં જડેશ્વર મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે નવનાથના દર્શનનું આયોજન કરાયું હતું. ધર્મ પ્રેમી જનતાએ દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...