તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:પોરબંદરની અદાલતે સગીર સંતાનોનો કબ્જો પિતા પાસે રહે એવો હુકમ સંભળાવ્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતા સાથે રહેલા સંતાનોનું ભાવિ વધુ ઉજ્જવળ બનશે તેવી દલીલ કરાઇ હતી

પોરબંદરમાં રીસામણે બેસેલી પત્નિને પતિ પાસેથી સગીર સંતાનોનો કબજો મેળવવા માટે કરેલી અરજી અદાલતે નામંજૂર કરી છે અને સંતાનોનો કબજો પિતા પાસે રહે તેવો હુકમ કર્યો છે. પોરબંદરમાં રહેતા હેતલબેન જયેશભાઇ સલેટને તેમના પતિ જયેશભાઇ સલેટ સાથે અણબનાવ થતા તેઓ પતિથી નોખા થઇ રહેવા લાગ્યા હતા અને વર્ષ 2018 માં હેતલબેને તેમના પિત જયેશભાઇ પાસે રહેલા 2 સગીર વયના સંતાનોનો કબજો મેળવવા અદાલતમાં અરજી કરી હતી.

અરજીમાં દાદ માગવામાં આવી હતી કે સંતાનો સગીર વયના હોય અને સંતાનોને માની જરૂરીયાત રહેતી હોય તેમજ સંતાનોનો સારો વિકાસ મા જ કરી શકે તથા પોતે સંતાનોને તમામ પ્રકારનું શિક્ષણ, લાલન-પાલન અને સંસ્કાર આપવાની ખાત્રી આપે છે તેવી કોર્ટ સમક્ષ ધા નાખી હતી. આ કેસમાં હેતલબેનના પતિ જયેલભાઇ સલેટ દ્વારા પોતાના વકીલ જગદીશભાઇ મોતીવરસ મારફત દલીલો રજૂ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે હેતલબેને અગાઉ ભરણપોષણની અરજી દાખલ કરી હતી જેમાં જણાવ્યું હતું કે જયેશભાઇ ખૂબ સારી કમાણી કરે છે,

માલીકીની બોટો ધરાવે છે તેમજ કરોડો રૂપિયાની મિલ્કતો ધરાવે છે જે અરજી ચાલી જતા કોર્ટે હેતલબેનને રૂ. 5000 ભરણપોષણ મળે તેવો હુકમ કર્યો હતો. તેથી જો હવે હેતલબેનને સંતાનોનો કબજો સોંપવામાં આવશે તો તેઓ આ ભરણપોષણની રકમમાંથી સગીર સંતાનોનો ઉછેર કરવાના છે જયારે હાલમાં સગીર સંતાનો તેમના પિતા જયેશભાઇ સાથે સંયુકત પરિવારમાં વસવાટ કરે છે.

સંતાનોને જન્મથી દાદા-દાદી અને પરિવારજનો દ્વારા પ્રેમ, હૂંફ અને સારા સંસ્કારો અને સારી સાર-સંભાળ આપવામાં આવી છે જેથી સંતાનો પણ આવી સારસંભાળથી ટેવાઇ ગયા છે. સગીર સંતાનોનું સારું ભવિષ્ય તેના પિતા સાથે રહેલું છે, તેમના પિતા સંતાનોને સારા ટયૂશન કલાસીસમાં સારું ટયૂશન અપાવી રહેલ છે તેથી માતા કરતા પિતા સાથે સંતાનોનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બની શકે તેમ હોય સંતાનો પિતા સાથે રહે તેવો અદાલતે હુકમ સંભાળાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...