સુવિધા:પોરબંદર સિવીલ હોસ્પિટલમાં ભોજન માટે બેઠકનું બાંધકામ કાર્ય ધમધમતું થયું

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેન્સિંગ અને પંખા સહિતની સુવિધા કરવામાં આવશે

સિવીલ હોસ્પિટલમાં ભોજન માટે બેઠકનું બાંધકામ કાર્ય ધમધમતું થયું છે. આ બેઠક સુવિધા ફરતે ફેન્સિંગ અને પંખા સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે જિલ્લાભરના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે જેમાંથી વધુ સારવાર માટે દર્દીઓને દાખલ કરવા પડતાં હોય છે.

ત્યારે આવા દર્દી અને તેની સાથે આવેલ પરિવારજનો માટે હોસ્પિટલમાં ભોજન કરવા માટેની સુવિધા ન હતી. જેથી દર્દીના પરિવારજનો સિવિલ હોસ્પિટલના પટાંગણમાં ખુલ્લામાં નીચે બેસીને ભોજન કરતા હોવાથી મુશ્કેલી પડતી હતી. વળી આ પટાંગણમાં મચ્છરોનો પણ ઉપદ્રવ હોવાથી ભોજન ગ્રહણ કરવામાં ભારે હાલાકી પડતી હતી. અહી ભોજન બેઠક માટેની વ્યવસ્થા કરવા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. આખરે તંત્ર દ્વારા ભોજન માટેની વ્યવસ્થા કરવા જગ્યા ફાળવી હતી. હાલ ભોજન કરવા માટેની બેઠક વ્યવસ્થા અંગેનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ભોજન કરવા માટેની બેઠક વ્યવસ્થામાં લોકોને બેસવા માટેની સુવિધા તેમજ બેઠક વ્યવસ્થા ફરતે ફેન્સિંગ કરવામાં આવશે તેમજ પંખા સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ બેઠક સુવિધાથી દર્દી તથા તેમના પરિવારજનો અહી બેસીને નિરાતે ભોજન ગ્રહણ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...