અરજદારોને મુશ્કેલી:પોરબંદર સીટીસર્વેનું સર્વર ડાઉન થતાં પ્રોપર્ટીકાર્ડ માટે લોકોને ધક્કા

પોરબંદર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 દિવસ સર્વર બંધ હોવાથી ઓફિસ બંધ રાખવામાં આવી હતી

પોરબંદર સીટીસર્વેનું સર્વર ડાઉન થતા અને સોફ્ટવેર મા એરર આવતા પ્રોપર્ટીકાર્ડ માટે લોકોના ધક્કા ખાવા પડ્યા હતા. 4 દિવસ બંધ રહ્યા બાદ શરૂ થતા અરજદારોએ હાશકારો અનુભવ્યો છે. પોરબંદરમાં જિલ્લા સેવાસદન 1મા પટાંગણમાં આવેલ સીટી સર્વેની ઓફિસ સર્વર બંધ હોવાને કારણે 30/9થી બંધ રાખવામાં આવી હતી. જેથી પ્રોપર્ટીકાર્ડ ન નીકળવાને કારણે અરજદારોને મુશ્કેલી વેઠવી પડી હતી અને સર્વર શરૂ થવાની રાહ સાથે ધક્કાઓ ખાય રહ્યા હતા.

સર્વર બંધ થતા અને સોફ્ટવેરમાં એરર આવતા પ્રોપર્ટીકાર્ડ ન નીકળતા વારસાઈ, વેચાણ દસ્તાવેજને લાગતી કામગીરી, હક્ક કમી સહિતના કામગીરીને અસર પડી હતી. સોફ્ટવેરમાં એરર હોવા અંગે કચેરી બહાર કાગળ પણ ચિપકાવી દેવામાં આવ્યું હતું. હાલ એરર ન આવતા 4 દિવસ બાદ આ કામગીરી ફરી શરૂ થતા કચેરીના સ્ટાફે અને અરજદારોએ હાશકારો અનુભવ્યો હતો. સોમવારે 11 વાગ્યાથી કામગીરી શરૂ કરવામાં આવી છે તેવું સીટી સર્વે અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...