પટાંગણમાં ભૂંડના આંટાફેરા:પોરબંદર શહેરના ઘરેણાં સમાન પેરેડાઈઝ ફુવારાની થઇ અવદશા

પોરબંદર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફૂવારા ફરતે લોખંડની રેલીંગ બેસી ગઇ, પટાંગણમાં ભૂંડના આંટાફેરા

પોરબંદર શહેરના ઘરેણાં સમાન પેરેડાઈઝ ફુવારાની અવદશા જોવા મળે છે. ફુવારા ફરતે રેલિંગ બેસી ગઈ છે અને ઠેરઠેર કચરા ઉડે છે. પોરબંદર શહેરમાં પેરેડાઈઝ ફુવારો લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે. શહેરના ઘરેણાં સમાન આ પેરેડાઈઝ ફુવારામાં શહેરીજનો પોતાના બાળકો સાથે બેસવા આવે છે પરંતુ હાલ આ ફુવારાની અવદશા જોવા મળે છે.

ફુવારો ચાલુ કરવામાં આવતો નથી. પાણી સુકાઈ ગયેલ છે. ફુવારા ફરતે લોખંડની રેલિંગ બેસી ગઈ છે અને રેલિંગ પાસેની પારીઓમા તિરાડો પડી છે. ફુવારાના પટાંગણમાં ઠેરઠેર કચરો ઉડે છે અને ગંદકી ફેલાયેલ છે. ડુક્કરો અંદર ઘુસી જાય છે. બાળકો મનોરંજન માણી શકતા નથી. અહીં સ્ટ્રીટલાઈટના કેબલ ખુલ્લા પડ્યા છે. ફુવારાની શોભા બગડી રહી છે. આ ફુવારાનું જતન કરવામાં આવે અને ફુવારાનું સમારકામ કરી, નિયમિત સફાઈ કરી ફુવારો ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...