હવામાન:પોરબંદર શહેર ઠંડીમાં ઠુંઠવાયું, 11 ડિગ્રી તાપમાન, લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ગુજરાતમાં શિયાળો હવે ધીમે ધીમે જામી રહ્યો છે.ત્યારે રાજયના અન્ય શહેરોની સાથે સાથે અરબી સમુદ્રના કિનારે વસેલું પોરબંદર પણ ઠંડુગાર બની ગયું છે. પોરબંદરમાં છેલ્લા 5 દિવસથી ઠંડીનું પ્રમાણ રોજે રોજ વધી રહ્યું છે. પોરબંદરનું આજનું લઘુતમ તાપમાન 11 ડિગ્રી સેલ્શીયસ રહ્યું હતું. જયારે મહત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્શીયસ રહ્યું હતું. આ સાથે હવામાં ભેજનું પ્રમાણ 24 ટકા અને પવનની ઝડપ 20 કીમી પ્રતિ કલાકની રહી હતી.

જ્યારે કે ગઈકાલે લઘુતમ તાપમાન 11.4 અને મહત્તમ તાપમાન 28.0 ડીગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની સૂચના અનુસાર આગામી સમયમાં હવામાનમાં બહુ મોટા ફેરફારો જોવા નહીં મળે પરંતુ તાપમાનનો પારો ધીમે ધીમે વધુ નીચે આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...