ગૌરવ:પોરબંદર શહેરની કોલેજનો વિદ્યાર્થી ચેસમાં રાષ્ટ્રીય લેવલે ઝળકયો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરની પ્રતિષ્ઠિત સંસ્થા વી. જે. મોઢા કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી શ્યામ જગદીશભાઇ કોટેચાએ ચેસ કોમ્પિટિશનમાં યુનિવર્સિટી કક્ષાની રાષ્ટ્રીય લેવલની સ્પર્ધામાં પહોચી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ માટે સંસ્થા તેને ખૂબ અભિનંદન પાઠવે છે.

શૈક્ષણિક અભ્યાસ અને રમત-ગમત સાથે ઇત્તર પ્રવૃતિઓ તથા અન્ય સ્પર્ધાઓમાં હંમેશા અગ્રેસર રહેતી કોલેજમાં વિદ્યાર્થીઓ તમામ ક્ષેત્રે પોતાની આવડત, કલા, કૌશલયનો પરિચય આપી પોતાની તથા કોલેજની પ્રતિષ્ઠામાં વધારો કરતાં રહે ત્યારે કોલેજના હોનહાર વિદ્યાર્થી શ્યામ જગદીશભાઇ કોટેચાએ ચેસની રમતમાં પોતાની આવડતનો પરિચય આપી યુનિવર્સિટી કક્ષાની રાષ્ટ્રીય લેવલની સ્પર્ધામાં રાજસ્થાન (જયપુર) ખાતે રમી સંસ્થાનું તેમજ સમગ્ર પોરબંદર પંથકનું ગૌરવ વધાર્યું છે.

ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી દ્વારા પસંદ કરવામાં આવેલ પાંચ વિદ્યાર્થીઓમાં શ્યામને સિલેક્ટ કરવામાં આવ્યો હતો. ૧૩ વર્ષની વયથી જ તેણે ચેસની રમત રમવાનું શરૂ કર્યું હતું. ચેસની રમતમાં રહેલ આવડત દ્વારા શ્યામની નેશનલ લેવલની સ્પર્ધા સુધીની સફર બદલ કોલેજના ટ્રસ્ટી ગણે ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...